નાણા પ્રધાને કહ્યું કે જન ધન ખાતામાં પૈસા જમા કરીને 2.7 લાખ કરોડ રૂપિયાની બચત
નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટની શરૂઆત કરતા કહ્યું હતું કે અત્યારની ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળી ત્યારે ઘણા પડકારો હતા. ત્યારબાદ અર્થતંત્ર મજબૂત બને અને લોકોને રોજગારી મળી શકે તે માટે જનહિતમાં અનેક કાર્યક્રમો અને યોજનાઓ બનાવવામાં આવી અને સરકારે તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી અને વિકાસના કાર્યો કર્યા છે. તેમજ ઘણા આયામો પણ સર કર્યા છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે જન ધન ખાતા યોજના પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે જન ધન ખાતા યોજના દ્વારા પૈસા જમા કરીને 2.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે અને સરકારે આર્થિક સંચાલન એટલું સરસ રીતે કર્યું છે કે તેમણે દેશને નવી દિશા અને નવી આશા આપી છે. મોદી સરકારે એવી વ્યવસ્થા કરી છે કે જેથી કરીને દેશના તમામ રાજ્યો અને વર્ગો દેશની આર્થિક પ્રગતિનો લાભ મેળવી શકે. દેશમાં મોંઘવારી સંબંધિત મુશ્કેલ પડકારો દૂર કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે ફુગાવાના આંકડા ઘણા નીચે આવ્યા છે.
નાણા પ્રધાને જીડીપીના વિકાસ દરની પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારના પ્રયાસોના કારણે આજે સારા પરિણામો મળી રહ્યા છે. આજે વૈશ્વિક મંદીને કારણે પડકારો વધી રહ્યા છે તેમ છતાં ભારતે સારો જીડીપી ગ્રોથ હાંસલ કર્યો છે.