જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન, કાશ્મીર તરફ જતો માર્ગ અવરોધાયો

શ્રીનગર : જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર સમરોલીના દેવાલ બ્રિજ પાસે ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં પગલે કાશ્મીર તરફ જતો માર્ગ અવરોધાયો છે. વહીવટી તંત્ર દ્વારા કાટમાળ દુર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
તેમજ વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે એક માત્ર માર્ગ છે કે જમ્મુને કાશ્મીર ઘાટી સાથે જોડે છે. તેથી આ ભૂસ્ખલનના લીધે મુસાફરોની સાથે સાથે ખીણ વિસ્તારના વસ્તુના પુરવઠા પર પણ અસર પડશે.
આપણ વાંચો: હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટનાઃ ત્રણ મહિલા સહિત છનાં મોત
વાહન ચાલકો અને યાત્રિકો પરેશાન
જયારે બીજી તરફ ઉધમપુરમાં પણ ભારે વરસાદના પગલે સમગ્ર જીલ્લામાં વાહન વ્યવહારને અસર થઈ છે. આ ઉપરાંત ધાર રોડ પર દૂધર નાલ પાસે બુધવારે સવારે ભૂસ્ખલન થતા દોઢ કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. જેના લીધે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. તેમજ વાહન ચાલકો અને યાત્રિકો પરેશાન થયા હતા.
ઉધમપુર હાઈવે રાજ્યની બીજો મોટો સડક માર્ગ
તેમજ રોડ પર પહાડના મોટા મોટા પથ્થર કાટમાળ સાથે પડી રહ્યા હતા. જેના લીધે સમગ્ર રોડ બંધ થયો હતો. માત્ર એક તરફ જ વાહનની અવર જવર કરવામાં આવતી હતી. વહીવટીતંત્ર દ્વારા જેસીબી દ્વારા કાટમાળને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે બાદ આ બીજો મોટો સડક માર્ગ છે. જે ઉધમપુર અને સાંબાને જોડે છે. જેમાં અનેક માલવાહક ટ્રંકો આ માર્ગનો ઉપયોગ કરે છે.