જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાંથી ઘરમાંથી ખોરાક લઈને ફરાર થયા બે આતંકી, સર્ચ ઓપરેશન શરુ…

ઉધમપુર: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આ આતંકવાદીઓ એક ઘરમાંથી ખોરાક લઈને જંગલમાં ભાગી ગયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ અને અર્ધલશ્કરી દળો ચોરે મોટુ ગામ અને મજલતા વિસ્તારમાં નજીકના જંગલ વિસ્તારોમાં સંયુક્ત શોધ અભિયાન ચલાવી રહ્યા છે.
શનિવારે મોડી સાંજે ગુપ્ત માહિતી મળી હતી
સુરક્ષા દળોએ સૌન ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ વિસ્તાર તે સ્થળથી લગભગ પાંચ કિલોમીટર પશ્ચિમમાં છે જ્યાં અગાઉ થયેલી અથડામણમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવારે મોડી સાંજે ગુપ્ત માહિતી મળી હતી કે બે અજાણ્યા આતંકવાદીઓ 6 :30 વાગ્યાની આસપાસ ચોરે મોટુ ગામમાં મંગટુ રામના ઘરે આવ્યા હતા અને ખોરાક લઈ ગયા હતા.
મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
આ અંગેની માહિતી મળતાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. પરંતુ આતંકવાદીઓ પહેલાથી જ ભાગી ગયા હતા. આ પછી ગામની નજીકના જંગલોને ઘેરી લીધા હતા અને રવિવારે વહેલી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરે, માજલતા વિસ્તારના સૌન ગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. ત્યારથી, આ વિસ્તારને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. હવે, આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસી ગયાના સમાચારથી સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ, બે આતંકી હોવાની આશંકા



