નેશનલ

Jammu Kashmir આજે ભાજપની બેઠક, વિધાયક દળના નેતાની પસંદગી કરાશે

શ્રીનગર : જમ્મુમાં કાશ્મીરમાં(Jammu Kashmir)4 નવેમ્બરથી વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે. જેના પગલે ભાજપ વિધાયક દળના નેતાની પસંદગી માટે આજે શ્રીનગરમાં બેઠક યોજશે. ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં 29 બેઠકો જીતી હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

બે નિરીક્ષકોની પણ પસંદગી

જ્યારે નગરોટાથી 30 હજારથી વધુ મતોથી જીતેલા ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું ગુરુવારે બીમારીના કારણે અવસાન થયું હતું. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા પદ માટે તેમને સૌથી આગળ માનવામાં આવતા હતા. ભાજપ સંસદીય બોર્ડે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવા માટે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગને નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા હતા.

આજે શ્રીનગરમાં બેઠક યોજાશે

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સવારે શ્રીનગરમાં બેઠક યોજાશે અને તેમાં જમ્મુ-કાશ્મીર ભાજપના વડા રવિન્દ્ર રૈના અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સહિત તમામ 28 ધારાસભ્યો હાજર રહેશે. તેમણે કહ્યું કે બેઠકમાં વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે અને તેનું નામ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવશે.

Also Read – Kedarnath Dham:બંધ થયા બાબા કેદારનાથના કપાટ, છ મહિના સુધી ઉખીમઠના ઓમકારેશ્વરથી થશે દર્શન

5 નામો પર સક્રિય વિચારણા

સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ નામો પર સક્રિયપણે વિચારણા ચાલી રહી છે. જમ્મુ અને કાશ્મીરની નવી ચૂંટાયેલી વિધાનસભાનું પ્રથમ સત્ર 4 નવેમ્બરે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી સાથે શરૂ થશે. ત્યાર બાદ લેફ્ટનન્ટ ગવર્નર સંબોધન કરશે. પ્રોટેમ સ્પીકર મુબારક ગુલ દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડર મુજબ 5 નવેમ્બરે બેઠકમાં શ્રદ્ધાંજલિ સભાઓ થશે. જ્યારે 6 અને 7 નવેમ્બરે ઉપરાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. કેલેન્ડર મુજબ લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધન પર આભાર પ્રસ્તાવના જવાબ માટે 8 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker