ટોપ ન્યૂઝનેશનલ

Jammu: સર્ચ ઓપરેશન, નાકાબંધી, સ્કેચ રિલીઝ….જમ્મુમાં આતંકવાદીઓને ઠાર કરવા સેનાની કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ ફરીથી સક્રિય થઇ ગયા છે, રવિવાર (9 જૂન) થી, જમ્મુના જુદા જુદા જિલ્લામાં ચાર આતંકવાદી હુમલા(Terrorist attack)ની ઘટનાઓ નોંધાઈ છે. પહેલા રિયાસીમાં બસ પર હુમલો થયો, પછી કઠુઆમાં એક ઘર પર હુમલો થયો, ત્યાર બાદ ડોડામાં બે જગ્યાએ હુમલા કરવામાં આવ્યા. સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

ગઈ કાલે કઠુઆમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરાયા હતા, જ્યારે એક જવાન શહીદ થયો હતો. જયારે બાકીના આતંકવાદીઓની તલાસ ચાલી રહી છે. ત્રણ દિવસના ગાળામાં ચાર હુમલાના કારણે સમગ્ર વિસ્તાર એલર્ટ પર છે. સુરક્ષા દળો સતત વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે અને જંગલોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ડોડામાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. અહેવાલ મુજબ આ આતંકીઓ ભદરવાહ, થાથરી અને ગંડોહના ઉપરના વિસ્તારોમાં ક્યાંક ફરી રહ્યા છે. પોલીસે આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કર્યું છે.

Read more: એક તરફ કાશ્મીરમાં આતંકી હુમલાઓ અને બીજી તરફ કાશ્મીર પંડિતો કેમ જઈ રહ્યા છે કાશ્મીર ?

જમ્મુ અને કાશ્મીર પોલીસે ચાર આતંકવાદીઓની હાજરી અથવા ગતિવિધિઓ વિશે માહિતી આપવા માટે ફોન નંબર જાહેર કર્યા છે. પોલીસે કહ્યું છે કે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. દરેક આતંકવાદી વિશે માહિતી આપવા બદલ 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

ડોડામાં 24 કલાકની અંદર બે આતંકી હુમલા બાદ આ વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. ડોડાના થાથરી વિસ્તારમાં પોલીસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. લોકોને તેમના આઈડી બતાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. ઉપરાંત વાહન ખોલીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.

જમ્મુના ડોડા જિલ્લામાં બુધવારે (12 જૂન) રાત્રે 8.20 વાગ્યે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જિલ્લાના ગંડોહના કોટા ટોપ વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની સંયુક્ત ટીમ પર આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયો હતો.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોટા ટોપમાં હુમલો કરનારા આતંકવાદીઓએ છત્તરગલ્લામાં પણ હુમલો કર્યો હતો કે નહીં. બંને સ્થળો વચ્ચેનું અંતર 100 કિમી છે.

Read more: KUWAIT: એક ઈમારતમાં ભીષણ આગ, 5 ભારતીયો સહિત 41 લોકોના મોત

કઠુઆ જિલ્લામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો. આતંકી હુમલામાં એક સ્થાનિક રહેવાસી પણ ઘાયલ થયો છે. માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા જમ્મુમાં પ્રવેશ્યા હતા. હાલમાં પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો કઠુઆમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેમને ખાતરી છે કે માર્યા ગયેલા આતંકવાદીઓની સાથે અન્ય આતંકવાદીઓ પણ જંગલોમાં છુપાયેલા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ