ઉધમપુર નજીક રોડ અકસ્માત, પાંચ અમરનાથ યાત્રી ઘાયલ

ઉધમપુર : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જોકે, આ દરમિયાન આ વખતે યાત્રાના અનેક અક્સ્મતો થઈ રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ઉધમપુર નજીક એક રોડ અકસ્માત થયો છે. જેમાં પાંચ અમરનાથ યાત્રીઓને ઈજા પહોંચી છે.
ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
આ રોડ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ઉધમપુરના બટ્ટલ બલ્લીયા નજીક આજે સવારે અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુ ભરેલી કારને એક ટ્રકે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં પાંચ અમરનાથ યાત્રીઓ ઘાયલ થયા છે. જયારે ઉધમપુર સ્થિત સુરક્ષાના તૈનાત આરપીએફ 137 બટાલીયનના કરતારસિંહે જણાવ્યું હતું કે આ કારમાં આઠ લોકો સવાર હતા જેમાંથી પાંચ લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમની હાલત સારી છે.
શ્રદ્ધાળુઓની 16મી બેચ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુથી રવાના
ઉલ્લેખનીય છે કે, ૩ જુલાઈથી શરુ થયેલી અમરનાથ યાત્રાના અત્યાર સુધી હજારો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. તેમજ અમરનાથ યાત્રા માટે જનારા 7908 શ્રદ્ધાળુની 16મી બેચ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સવારે જમ્મુથી રવાના થઈ છે. ભારે વરસાદના કારણે ગુરુવારે અમરનાથ યાત્રાને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી.