જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર કેસમાં છાપેમારી, યાસિન મલિકના નિવાસે પણ રેડ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એક વાર કાશ્મીરી પંડિતોના નરસંહાર કેસનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજ્યમાં તપાસ એજન્સીએ 35 વર્ષ જુના કેસમાં અનેક જગ્યા પર છાપેમારી કરી છે. તપાસ ટીમે સરલા ભટ્ટ હત્યા કેસમાં યાસિન મલિકના નિવાસ પર પણ રેડ કરી છે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીની ટીમ હાલ મધ્ય કાશ્મીર પહોંચી છે.

પ્રતિબંધિત જેકેએલએફના નેતાઓના નિવાસ પર છાપેમારી
જેમાં જમ્મુ કાશ્મીરમાં તપાસ એજન્સી 35 વર્ષ પૂર્વે થયેલા એક કાશ્મીરી પંડિત મહિલાની હત્યાની તપાસ કરી રહી છે. જેમાં મધ્ય કાશ્મીરમાં અનેક જગ્યાએ છાપેમારી કરવામાં આવી રહી છે. આ અંગે અધિકારીઓએ જાણકારી આપી હતી
કે સરલા ભટ્ટ હત્યા કેસના સંદર્ભે પ્રતિબંધિત જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ સાથે જોડાયેલા લોકોના નિવાસ પર રેડ કરવામાં આવી રહી છે.
સરલા ભટ્ટની હત્યા બાદ શબ શ્રીનગર શહેરમાંથી મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સરલા ભટ્ટની હત્યા બાદ શબ શ્રીનગર શહેરમાંથી મળ્યું હતું. જે વર્ષ 1990માં સૌરાના શેર-એ- કાશ્મીર ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયસન્સની હોસ્ટેલમાંથી ગાયબ થઈ હતી. જેમાં જેકેએલએફના પૂર્વ નેતા પીર નુરુલ હક શાહ ઉર્ફે એર માર્શલ આ ઘટનામાં સામેલ હતા. જેમના નિવાસની તપાસ એજન્સીઓ તલાશી લઈ રહી છે. એજન્સીએ હાલમાં જ આ ઘટનાની તપાસ શરુ કરી છે.
મધ્ય કાશ્મીરના શ્રીનગરમાં 8 સ્થળોએ છાપેમારી કરવામાં આવી છે. જેમાં જેલમાં બંધ જેકેએલએફનના વડા યાસીન મલિક, જાવેદ નાલકા, પીર નૂર ઉલ હક શાહ, અબ્દુલ હમીદ શેખ, બશીર અહમદ ગોજરી, ફિરોઝ અહમદ ખાન અને ગુલામ મોહમ્મદ ટપલૂના નિવાસે તપાસ કરવામાં આવી રહી છે.