કાશ્મીરમાં રોહિંગ્યા મુસલમાનો અને નકલી ભારતીયો પર મોટી કાર્યવાહી કરવામાં આવશે

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા રોહિંગ્યાને મદદ કરનારાઓ અને આશ્રય આપનારા વિરુદ્ધ જમ્મુ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી જેમાં સાત યુગલો સહિત 50 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓના હિતોનું રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન લગભગ 12 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ શહેરની 30 રોહિંગ્યા વસાહતોમાં સર્ચ દરમિયાન 30થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.
અગાઉ પણ પોલીસે રોહિંગ્યાઓને શોધવા માટે કિશ્તવાડ, રામબન, પૂંચ અને રાજૌરી જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ ડોડામાં 10 રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા. જમ્મુ-સામ્બા-કઠુઆ ક્ષેત્રના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલે જણાવ્યું હતું કે કેટલાક સ્થાનિક લોકોએ સ્થળાંતર કરનારાઓને અહી સ્થાયી કરવા માટે પોતાની જમીન આપી છે અને અમે તપાસ કરી રહ્યા છીએ આવા જેટલા પણ લોકો મળશે તે તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જમ્મુ શહેરના સાત પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં લગભગ 30 સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સર્ચ દરમિયાન ગેરકાયદેસર રીતે મેળવેલા ભારતીય દસ્તાવેજો જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક દસ્તાવેજો અને અન્ય ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.
અગાઉ પણ રોહિંગ્યા અહી છૂપી રીતે વસવાટ કરે છે તેની સતવારી, ત્રિકુટા નગર, બાગ-એ-બહુ, ચન્ની હિમ્મત, નોવાબાદ, ડોમના અને નગરોટા પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. કિશ્તવાડના ડાછન વિસ્તારમાંથી ધરપકડ કરાયેલા 13 લોકોમાં છ પુરુષો અને તેમની રોહિંગ્યા પત્નીઓનો સમાવેશ થાય છે. તેમજ રામબન જિલ્લાના ધરમકુંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.