એનઆઈએ પહલગામ આતંકી હુમલાની ચાર્જશીટ દાખલ કરી, આતંકી સાજીદ જટ્ટને માસ્ટર માઈન્ડ દર્શાવાયો…

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા કેસમાં એનઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં લશ્કરે એ તૈયબાના આતંકી સાજીદ જટ્ટને હુમલાનો માસ્ટર માઈન્ડ દર્શાવાયો છે. એનઆઈએ આતંકી સાજીદ જટ્ટ પર 10 લાખ રૂપિયાની ઇનામ પણ રાખ્યું છે. સાજિદનું પૂરું નામ સૈફુલ્લાહ સાજિદ જટ્ટ છે. જે પાકિસ્તાનના પંજાબ રાજ્યના કાસુર જિલ્લાનો રહેવાસી છે. સૈફુલ્લાહને લશ્કર-એ-તૈયબાનો સૌથી એક્ટિવ કમાન્ડર માનવામાં આવે છે. સાજીદ હાફિઝ સઈદ પછી સંગઠનમાં ત્રીજા ક્રમનો કમાન્ડર છે.
સાજિદ લશ્કરના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો ચીફ
સાજિદ લશ્કરના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો ચીફ છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરે છે. ટીઆરએફે પહલગામ આતંકવાદી હુમલો કર્યો હતો. જેમાં સરકારે વર્ષ 2023 માં UAPA હેઠળ આ ટીઆરએફ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરના પહલગામમાં એનઆઈએ કેબલ કાર પ્રોજેક્ટને મંજૂરી આપી
બેસરન ખીણમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ બેસરન ખીણમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો. જેમાં આતંકીઓ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારી હતી. જેમાં 26 લોકોના મોત થયા હતા. એનઆઈએ આ કેસમાં અત્યાર સુધી 1000 થી વધુ લોકોની પૂછપરછ કરી છે. જેમાં પ્રવાસીઓ, ફોટોગ્રાફર, દુકાનદારો અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમજ એનઆઈએ કોર્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદ નેટવર્કની સંપૂર્ણ તપાસ અને ઓવર ગ્રાઉન્ડ વર્કરની ભૂમિકાને સ્થાપિત કરવા માટે ફોરેન્સિક રિપોર્ટ્સ, મોબાઇલ ડેટાનું વિશ્લેષણ અને શંકાસ્પદોની તપાસ કરવામાં આવી રહી છે.
ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું
પહલગામ આતંકવાદી હુમલામાં દેશમાં આક્રોશ હતો. આ હુમલાનો જવાબ આપવા ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં મુરીદકે, બહાવલપુર, લાહોર નજીક કોટલી અને પીઓકેના મુઝફ્ફરાબાદમાં નવ આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો હતો.
આ પણ વાંચો…ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડે સુપ્રીમ કોર્ટના દરવાજો ખખડાવ્યો: પહલગામ હુમલા સાથે જોડાયેલો છે કેસ



