જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, આતંકી છુપાયા હોવાની આશંકા | મુંબઈ સમાચાર
નેશનલ

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, આતંકી છુપાયા હોવાની આશંકા

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં હાલ ચાલી રહેલી અમરનાથ યાત્રા વચ્ચે કિશ્તવાડમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની માહિતી મળી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓનું જુથ આ વિસ્તારમાં છુપાયું હોવાની આશંકા છે. આ સૂચના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે તેમજ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

10 શંકાસ્પદ લોકોની ધરપકડ

આ અંગે મળતી માહિતી મુજબ કિશ્તવાડમાં અથડામણના એક દિવસ પૂર્વે જમ્મુ કાશ્મીર પોલીસ એકશનમાં આવી હતી. જેમાં પોલીસની કાઉન્ટર ઇન્ટેલીજન્સ વિંગ દ્વારા આતંકવાદ ફંડિંગ અને ભરતી મોડ્યુલ સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે શ્રીનગર , પુલવામા, બડગામ અને ગંદરબલ જિલ્લામાંથી 10 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. તેમની પર પાકિસ્તાનની મદદથી આતંકી ગતિવિધીઓ અંજામ આપવાના પ્રયાસનો આરોપ છે.

આ પણ વાંચો: ભારતની મોટી સફળતા, અમેરિકાએ પહલગામ હુમલા બાદ ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકી સંગઠન જાહેર કર્યું

ઇનક્રિપ્ટ મેસેજિંગ એપની મદદથી સંપર્કમાં રહેતા હતા

પોલીસે ધરપકડ બાદ શરૂ કરેલી તપાસમાં અનેક ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. જેમાં આ શંકાસ્પદ લોકો એક વિશેષ ઇનક્રિપ્ટ મેસેજિંગ એપની મદદથી સંપર્કમાં રહેતા હતા. આ એપનો ઉપયોગ આતંકી સંગઠનો ભરતી, ફંડિંગ અને કોમ્યુનિકેશન માટે કરતા હતા. આ તમામ નેટવર્ક પાકિસ્તાનથી ઓપરેટ થતું હતું. જેને આતંકી હેન્ડલર અબ્દુલ્લા ગાજી ઓપરેટ કરતો હતો. જે લશ્કરે એ તૈયબા અને જેશ એ મોહમ્મદ જેવા સંગઠનો સાથે જોડાયેલો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button