નેશનલ

4 રાજ્યની 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી: ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ?

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ચાર રાજ્યમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. બિહારની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે દેશના અન્ય ચાર રાજ્યોમાં પણ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજવામાં આવશે, તેથી રાજકીય પક્ષો માટે પોતાના ઉમેદવારોને જાહેર કરવામાં ખેંચાખેંચી ચાલી રહી છે, ત્યારે દેશના ચાર રાજ્યની પાંચ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ચાલો વિગતવાર જોઈએ…

જમ્મુ અને કાશ્મીરમાં પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર

જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા વિધાનસભા ક્ષેત્રમાં 2024થી ચૂંટણી બાકી છે. બડગામમાં ઉમર અબ્દુલ્લાના રાજીનામાના કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે નાગરોટામાં ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું અવસાન થયું તેના કારણે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. બડગામ(27- મતવિભાગ)માં ભાજપે આગા સૈયદ મોહસીનને ટિકિટ આપી છે. નાગરોટા (77-મતવિભાગ)થી દેવયાની રાણાને ટિકિટ આપવામાં આવી છે. આગા સૈયદ મોહસીન અને દેવયાની રાણા આગામી ટૂંક સમયમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા, 16 ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ

ઝારખંડ, ઓડિશા અને તેલંગણામાં કોને ટિકિટ મળી?

ઝારખંડની વાત કરવામાં આવે તો, ઘાટસિલા મતવિસ્તારમાંથી ભાજપે બાબુલાલ સોરેનની પેટા ચૂંટણી માટે ટિકિટ આપી છે. બાબુલાલ સોરેન ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના પુત્ર છે. આ સાથે ઓડિશામાં નુઆપાડા (મતવિસ્તાર – 71)પરથી જય ધોળકિયા પેટા ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ (મતવિસ્તાર 61) પરથી લંકલા દીપક રેડ્ડી પેટા ચૂંટણી લડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પેટા ચૂંટણી માટે મતદાન ક્યારે યોજાશે?

પેટા ચૂંટણીમાં મતદાનની વાત કરવામાં આવે તો, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણામાં કુલ પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં 11મી નવેમ્બરે મતદાન યોજાશે અને તારીખ 14મી નબેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આ બેઠકો જીતવા માટે ભાજપ મથામણ કરી રહ્યું છે. પરંતુ પરિમામ કેવું આવશે તે મામલે અત્યારે કોઈ ચોક્કસ અંદાજ લગાવી શકાય નહીં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button