Top Newsનેશનલ

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાંથી વિસ્ફોટક ડિવાઈસ મળી આવ્યું, સુરક્ષિત રીતે નષ્ટ કરાયું

રાજૌરી : દિલ્હી બ્લાસ્ટના તાર જમ્મુ કાશ્મીર સાથે જોડાયા હોવાના ઈનપુટના આધારે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. ત્યારે આ તપાસ દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજૌરી જીલ્લામાંથી આઈઈડી( વિસ્ફોટક ડિવાઈસ) મળી આવતા સુરક્ષા દળોની ચિંતા વધી છે. જોકે, આઈઈડીને સુરક્ષિત રીતે નષ્ટ કરવામાં આવ્યું છે.

વિસ્ફોટથી એક ઘરને આંશિક રીતે નુકસાન

આ અંગે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના રાજૌરી જિલ્લાના થાનામંડી સબડિવિઝનના અપર બંગાઈ ગામમાં બની હતી. એક ઘરની નજીક એક આઈઈડી મળી આવ્યું હતું. જેને નિયંત્રિત વિસ્ફોટ દ્વારા નાશ કરવામાં આવ્યું છે. આ વિસ્ફોટથી એક ઘરને આંશિક રીતે નુકસાન થયું હતું. તેમણે કોઈ જાનહાનિ થઈ નથી.

એક ઘર નજીકથી વિસ્ફોટક ડિવાઈસ મળી આવ્યું

અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા તપાસ દરમિયાન એક ઘર નજીકથી વિસ્ફોટક ડિવાઈસ મળી આવ્યું હતું. જેના લીધે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, જેને બોલાવવામાં આવી હતી. તેણે નિયંત્રિત વિસ્ફોટ કરવાનો નિર્ણય લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટથી મોહમ્મદ અકબરના ઘરને થોડું નુકસાન થયું હતું, પરંતુ ઘર પહેલાથી જ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો હતો

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મોડી રાત્રે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા હતા અને આશરે 30 લોકો ઘાયલ થયા હતા. ફરીદાબાદમાંથી મળેલા વિસ્ફોટકોના સેમ્પલ લેતી વખતે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. નોંધનીય છે કે હરિયાણાના ફરીદાબાદમાં એક ઓપરેશન દરમિયાન પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. જેને પછી નૌગામ લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…શ્રીનગર બ્લાસ્ટ એક આકસ્મિક વિસ્ફોટ હતો? જમ્મુ અને કાશ્મીરના DGP નલિન પ્રભાતે આપી વિગતો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button