ટોપ ન્યૂઝનેશનલ

Jammu-Kashmir: ત્રણ સ્થળોએ આતંકવાદીઓ સામે સેનાનું એન્કાઉન્ટર, પુંચમાં ચાઈનીઝ બનાવટનો ગ્રેનેડ મળ્યો

શ્રીનગર: છેલ્લા ઘણા સમયથી જમ્મુ અને કાશ્મીરમાં આતંવાદીઓ હુમલા ના સતત પ્રયાસો કરી રહ્યા છે. પાકિસ્તાનથી વધુ આતંકવાદીઓ ભારતીય પ્રદેશોમાં ઘુસવાની તૈયારી કરી રહ્યા છે. એવામાં ગઈ કાલે સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જીલ્લા(Kupwara)ના માછિલ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. કાશ્મીરના રાજૌરી જીલ્લા(Rajauri)માં પણ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે.

એક અહેવાલ મુજબ બુધવારે મોડી રાત્રે રાજૌરીના ખેડી મોહરા લાઠી અને દંથલ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ કુપવાડામાં પણ સુરક્ષા દળોએ બુધવારે સાંજે LOC પર ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

LOC પર બે જગ્યાએ ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ બંને સ્થળોએ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બંને સ્થળોએ ઘૂસણખોર આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે. અહેવાલ મુજબ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓના બે જૂથ છે, જેમાં દરેક જૂથમાં 2 થી 3 આતંકવાદીઓ સામેલ છે. તંગધાર અને માચૈલના ઉપરના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જોકે, ખરાબ હવામાનને કારણે કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિનીના અહેવાલ નથી.

બુધવારે મોડી સાંજે સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં આતંકવાદીઓના એક જૂથ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 57 રાષ્ટ્રીય રાઈફલ્સ અને 53 ઈન્ફન્ટ્રી બ્રિગેડના જવાનોએ માછિલ સેક્ટરના કામકરી વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં પણ સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર થયું છે. એન્કાઉન્ટર બાદ સેનાએ ચીનમાં બનેલા 6 ગ્રેનેડ જપ્ત કર્યા છે. અહેવાલો મુજબ આ હથિયારો ચીન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવ્યા હશે અને પછી પાકિસ્તાને તેને આતંકવાદીઓને સોંપી દીધા હશે અને સરહદ પાર આતંકવાદી પ્રવૃતિઓ ફેલાવવા માટે મોકલ્યા હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button