નેશનલ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ રાજ્યમાંથી આતંકવાદનો સફાયો કરવા માટે ઓપરેશન કિલર લોન્ચ કર્યું છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં આજે પણ પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે.

આતંકવાદીઓ વચ્ચે અથડામણ ત્રાલના નાદિર ગામમાં

મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઘેર્યા છે.જેમાંથી એકને ઠાર માર્યો છે. જ્યારે બીજા બે સાથે હજ અથડામણ ચાલુ છે.સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જમ્મુ-કાશ્મીરના ત્રાલના નાદિર ગામમાં થઈ રહ્યું છે. આ વિસ્તાર દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવે છે. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર 03 આતંકવાદીઓ ફસાયેલા હોવાની શક્યતા છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ છે.

આપણ વાંચો:  આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસઃ પતિ-પત્નીના ઝગડા વધ્યા, મુદ્દાઓ બદલાયા, અભયમ પર ફરિયાદોનો વરસાદ

પોલીસ અને સુરક્ષા દળો કાર્યરત

ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટર અંગે કાશ્મીર ઝોન પોલીસે પણ એક નિવેદન જાહેર કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, અવંતીપોરાના ત્રાલ વિસ્તારના નાદેરમાં અથડામણ શરૂ થઇ છે. પોલીસ અને સુરક્ષા દળો કાર્યરત છે. બાકી વિગતો પછી જાહેર કરાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button