ટોપ ન્યૂઝનેશનલ

J&K Assembly Elections : ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ, પીએમ મોદીએ મતદાન માટે અપીલ કરી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા(J&K Assembly Elections)ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ અગાઉના બે તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. આ તબક્કામાં, 5,060 મતદાન મથકો પર 39.18 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. ત્રીજા અને અંતિમ તબક્કામાં જમ્મુ ક્ષેત્રના જમ્મુ, ઉધમપુર, સાંબા અને કઠુઆ જિલ્લાઓ અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડા જિલ્લાઓમાં કુલ 40 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. જેમાં 415 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.

ગુલામ નબી આઝાદે મતદાન કર્યું

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે.ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જમ્મુમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

મતદાન અવશ્ય કરો : વડાપ્રધાન મોદી

જમ્મુ-કાશ્મીરમાં મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, ‘જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાનનો ત્રીજો અને છેલ્લો રાઉન્ડ છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના પર્વને સફળ બનાવવા આગળ આવીને પોતાનો મત આપે. મને વિશ્વાસ છે કે જે યુવાઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તે ઉપરાંત મતદાનમાં મહિલા શક્તિની પણ વધુ ભાગીદારી હશે.

જમ્મુ-કાશ્મીરને પ્રગતિ માટે જમ્મુના મુખ્યમંત્રીની જરૂર : અરવિંદ ગુપ્તા

જમ્મુ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર અરવિંદ ગુપ્તાએ કહ્યું, ‘આજે ચૂંટણીનો છેલ્લો તબક્કો છે, આ એક ઐતિહાસિક ચૂંટણી છે. અહીં 70 વર્ષ સુધી શાસન કરનારા લોકોએ જમ્મુની ઓળખ બનવા દીધી નથી. જમ્મુ સાથે હંમેશા ભેદભાવ કર્યો. 2014 થી જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને કેન્દ્રમાં તેમની સરકાર છે. ત્યારથી જમ્મુની ઓળખ અકબંધ રહી છે. તેથી જમ્મુ અને કાશ્મીરના વિકાસ અને પ્રગતિ માટે જમ્મુના મુખ્યમંત્રીની જરૂર છે. 8 ઓક્ટોબરે તમને ખબર પડશે કે ભાજપ જમ્મુ-કાશ્મીરમાં બહુમતી જમ્મુ-કાશ્મીરનો સીએમ બનાવવા જઈ રહી છે.

આ પૂર્વે યોજાયેલા બે તબક્કામાં મતદાનમાં 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં 61.38 ટકા અને બીજા તબક્કામાં 26 સપ્ટેમ્બરે 57.31 ટકા મતદાન નોંધાયું હતું .

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button