શ્રીનગર : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી(Jammu Kashmir Assembly Election) માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે 26 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં કાશ્મીરની 15 અને જમ્મુની 11 સીટો સામેલ છે. જે 26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમા 25 લાખ મતદારો 239 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. આજે મતદારો નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા, ભાજપ જમ્મુ અને કાશ્મીરના પ્રમુખ રવિન્દર રૈના જેવા હાઈ-પ્રોફાઈલ ચહેરાઓનું ભાવિ નક્કી કરશે. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કારા પણ સેન્ટ્રલ શાલટેંગ સીટ પરથી મેદાનમાં છે. પીએમ મોદીએ મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી.
| Also Read: J&K Assembly Election : જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 24 બેઠક પર મતદાન, PM Modiએ વધુ મતદાન માટે અપીલ કરી
પીએમ મોદીએ નાગરિકોને મતદાન કરવા અપીલ કર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “હું તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ પોતાનો મત આપે અને લોકશાહીને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે.”
આ દિગ્ગજ નેતાઓનો ભાવિનો ફેંસલો
આજે બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. જેમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા પોતાના પરિવારના ગઢ ગાંદરબલથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો પીડીપીના નેતા બશીર અહેમદ મીર અને જેલમાં બંધ મૌલવી અને અપક્ષ ઉમેદવાર સર્જન બરકાતી સામે છે. બડગામમાં ઓમરનો બીજો મુકાબલો પૂર્વ સીએમના મુખ્ય હરીફ પીડીપીના આગા સૈયદ મુન્તજીર મેંહદી છે.
| Also Read: PM Modi ની એવી નીતિ જેના વખાણ કરી રહ્યા છે રાહુલ ગાંધી, દુનિયાભરમાં છે ચર્ચા
ચન્નાપુરા વિધાનસભા બેઠક પર અપની પાર્ટીના વડા અલ્તાફ બુખારી, નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર અને ઉદ્યોગપતિ મુસ્તાક ગુરુ, પીડીપીના મોહમ્મદ ઈકબાલ ટ્રંબુ અને ભાજપના હિલાલ અહેમદ વાની વચ્ચે મુકાબલો છે.