જમ્મુ અને કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ફસાયા | મુંબઈ સમાચાર

જમ્મુ અને કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ફસાયા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એક વાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. અહેવાલ મુજબ ઉધમપુર(Udhampur)ના બસંતગઢ વિસ્તારમાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરુ થયો હતો, સુત્રોના જણાવ્યા પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed) જૂથના ચાર આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે, આતંકવાદીઓ ભારે હથિયારોથી સજ્જ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોક્કસ માહિતીના આધારે કઠુઆમાં જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કઠુઆ-બસંતગઢ સરહદ પર આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ 2019ના પુલવામા બોમ્બ વિસ્ફોટ સહિત ભારતમાં અનેક ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે

Back to top button