જમ્મુ-શ્રીનગર હાઈવે સંપૂર્ણ રીતે બંધ! વંદે ભારત ટ્રેનમાં પરણવા માટે નીકળ્યાં વરરાજા | મુંબઈ સમાચાર
નેશનલ

જમ્મુ-શ્રીનગર હાઈવે સંપૂર્ણ રીતે બંધ! વંદે ભારત ટ્રેનમાં પરણવા માટે નીકળ્યાં વરરાજા

જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ઘણાં સમયથી ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે અત્યારે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. આ હાઇવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. રસ્તા ખરાબ હોવાના કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, અત્યારે નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હોવાથી કાશ્મીર ઘાટીનો સંપર્ક તૂટી ગયો છે.

રસ્તા ખરાબ હોવાના કારણે વાહનચાલકો પરેશાન

હવે મહત્વની વાત એ છે કે, રસ્તાઓ બંધ હોવાના કારણે એક યુવકની જાન વંદે ભારત ટ્રેનમાં રામબન સુધી ગઈ હતી. વરરાજા અને તેનો પરિવાર ટ્રેનમાં મુસાફરી કરવાને કારણે ખૂબ ચિંતિત હતા. વંદે ભારત ટ્રેનમાં જાન ગઈ હોવાથી દરેક લોકો વરરાજાને જોઈ રહ્યાં હતાં. આ રૂટ પર વિવિધ સ્થળોએ ભૂસ્ખલનનો કાટમાળ સાફ કરવાનો પ્રયાસ ચાલી રહ્યા છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં અત્યારે લગાતાર વરસાદ થઈ રહ્યો છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય હાઇવે તારીખ 26 ઓગસ્ટથી હજી સુધી બંધ છે. આ માર્ગ બંધ હોવાના કારણે આસરે 3000થી પણ વધારે વાહનો ફસાયેલા છે.

આ પણ વાંચો: વંદે ભારત અને રાજધાની જેવી ટ્રેનો કોની માલિકીની Indian Railway કે પછી ખાનગી કંપનીની?

વંદે ભારત ટ્રેનમાં ગઈ રવિંદરની જાન

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે લોકોને પરેશાન થઈ રહ્યાં છે. કટરામાં રહેતા રવિંદરના લગ્ન હતા, પરંતુ હાઈવે બંધ હોવાથી તેથી પરિવાર પરેશાન થઈ ગયો હતો. તેની જાન રામબન જિલ્લાના બનિહાલમાં જવાની હતી. જેથી વંદે ભારત ટ્રેન દ્વારા જાનને કટરાથી કાશ્મીર લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું. જેથી જાનૈયા સાથે વરરાજા ટ્રેન દ્વારા રામબન પહોંચ્યો હતો. આ દરમિયાન, વરરાજા અને તેનો પરિવાર ખૂબ ચિંતિત હતા.

પંજાબના 12 થી વધુ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત

આ સાથે સાથે ઉત્તર ભારતમાં સતત વરસાદને કારણે, પંજાબના 12 થી વધુ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયાં છે. એટલું જ નહીં પરંતુ 3 લાખથી વધુ લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને રાજધાની દિલ્હીમાં પણ, યમુનાના વધતા જળસ્તરને કારણે પૂરની સ્થિતિ યથાવત છે. આ વિસ્તારોમાં અનેક લોકો મદદ માટે પણ આગળ આવી રહ્યાં છે. પૂરના પાણીએ આ પંજાબના અનેક વિસ્તારોની દશા બગાડી દીધી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button