Jammu and Kashmir Voting: મતદાન માટે લોકોમાં ઉત્સાહ, 9 વાગ્યા સુધીમાં આટલું મતદાન નોંધાયું
શ્રીનગર: કેદ્ર સાશિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં વિધાન સભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. સવારે લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 9 વાગ્યા સુધીના આંકડા મુજબ જમ્મુ-કાશ્મીરમાં 11.11 ટકા મતદાન નોંધાયું છે.
અહેવાલ મુજબ અનંતનાગમાં 10.26%, ડોડામાં 12.90%, કિશ્વરમાં 14.83%, કુલગામમાં 10.77%, પુલવામામાં 9.18%, રામબનમાં 11.91% અને શોપિયાં- 11.44% મતદાન નોંધાયું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અન કાશ્મીરના લોકોને મતદાન માટે અપીલ કરતા લખ્યું કે મજબૂત ઈચ્છાશક્તિવાળી સરકાર જ આતંકવાદ મુક્ત જમ્મુ-કાશ્મીર બનાવી શકે છે, ત્યાંના નાગરિકોના અધિકારોનું રક્ષણ કરી શકે છે અને વિકાસ કાર્યોને ઝડપી બનાવી શકે છે. આજે, હું જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા જઈ રહેલા મતદારોને એવી સરકાર બનાવવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરું છું જે શિક્ષણ, યુવાનોને રોજગાર, મહિલા સશક્તિકરણ અને પ્રદેશમાં અલગતાવાદનો અંત લાવે અને ભત્રીજાવાદનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ રહે. પહેલા મતદાન, પછી જલપાન.
જમ્મુ-કાશ્મીરમાં મતદાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ x પર લખ્યું છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે હું દરેકને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં બહાર આવો અને લોકશાહીના આ તહેવારને મજબૂત કરવા માટે મતદાન કરો. હું ખાસ કરીને યુવાનોને અને જેઓ પહેલીવાર મતદાન કરી રહ્યા છે તેઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.
Also Read –