નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, ઉધમપુરમાં બે આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય સેનાએ ઉધમપુરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની વિગતો મળી છે. આ બંને આતંકવાદી જૈશ-એના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ થઈ રહી છે, તેમાં આજે બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યાં છે. હજી પણ સેના દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બંસંતગઢ વિસ્તારમાં થયેલી અથડામણમાં બે આતંકી ઠાર

આ મામલે જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે વિગતો આપતા જણાવ્યં કે, જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફે સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં ઉધમપુરના બંસંતગઢ વિસ્તારમાં થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યાં છે, અને હજી પણ ઓપરેશન યથાવત છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ગઈ કાલે રામનગરના જાફડ જંગલોમાં આવેલી એક ગુફામાં આતંકવાદીઓ દેખાયા હોવાની વિગતો ભારતીય સેનાને મળી હતી.

અંધારાનો લાભ લઈને આતંકીઓ ગુફા છોડીને ફરાર

ભારતીય સેનાને આતંકીઓ હોવાની જાણકારી મળ્યાં બાદ સેનાએ આ વિસ્તારની ઘેરી લીધો હતો. આ દરમિયાન થયેલી ફાયરિંગમાં એક આતંકી ઘાયલ પણ થયો હતો, પરંતુ પછી તે તેના સાથી સાથે ગુફામાં ભાગી ગયો હતો. આ પછી રાત્રે અંધારાનો લાભ લઈને આતંકીઓ ગુફા છોડીને ફરાર થઈ ગયાં હતા. આ દરમિયાન આ વિસ્તારમાં ભારે ફાયરિંગ થયું હતું. અત્યારે આ વિસ્તારને ભારતીય સેના સંપૂર્ણ રીતે ધેરી લીધો છે. રાત્રે કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું ન હતું.

આતંકીઓને શોધવા સેનાએ શોધખોળ શરૂ કરી

માહિતી એવી મળી છે કે, આતંકવાદીઓએ આત્મસમર્પણ કરવાની ના પાડી દીધી હોવાથી સેના દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આખા વિસ્તારની મજબૂત રીતે ઘેરાબંધી કરી દીધી છે. આ દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 132મી બટાલિયન સાથેના સંયુક્ત ઓપરેશનથી અબી ગુજર વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આપણ વાંચો:  ગદ્દાર Vs દુશ્મનઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા રવનીત સિંહ બિટ્ટુને રાહુલ ગાંધીએ કેમ કહ્યા ગદ્દાર, જુઓ વાયરલ વીડિયો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button