જમ્મુ કાશ્મીરનું તાપમાન ઝીરો ડિગ્રી નીચે
શ્રીનગર: કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને રાતે તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે શ્રીનગરમાં માઈનસ ૨.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ખીણમાં એ સૌથી ઠંડું સ્થાન નોંધાયું છે.
બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના પ્રખ્યાત સ્કી રિસોર્ટમાં માઈનસ ૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કાઝીગુંડમાં માઈનસ ૨.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરના કોકરનાગ શહેરમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૨.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કુપવાડામાં માઈનસ ૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન કચેરીએ આગાહી કરી છે કે હવામાન સામાન્ય રીતે વાદળછાયું રહેશે પરંતુ ૧૧ ડિસેમ્બર સુધી મુખ્યત્વે સૂકું રહેશે. તેણે રાત્રિના તાપમાનમાં થોડા ડિગ્રી ઘટાડો થવાની પણ આગાહી કરી છે. ૧૨થી ૧૫ ડિસેમ્બર સુધી જમ્મુ અને કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.