જમ્મુ-કાશ્મીર રાજ્યસભા ચૂંટણી: ભાજપે 3 ઉમેદવાર કર્યા જાહેર, મુસ્લિમ નેતાનો પણ સમાવેશ | મુંબઈ સમાચાર
નેશનલ

જમ્મુ-કાશ્મીર રાજ્યસભા ચૂંટણી: ભાજપે 3 ઉમેદવાર કર્યા જાહેર, મુસ્લિમ નેતાનો પણ સમાવેશ

શ્રીનગર: સંસદમાં ઉપલું અને નીચલું એમ બે ગૃહો કામ કરે છે. રાજ્યસભા ઉપલું ગૃહ અને લોકસભાને નીચલું ગૃહ કહેવાય છે. રાજ્યસભાના સભ્યો દર 6 વર્ષ નિવૃત્ત થાય છે, પરંતુ કેન્દ્ર શાસિતપ્રદેશ જમ્મુ-કાશ્મીરના રાજ્યસભાની 4 બેઠક ફેબ્રુઆરી 2021થી ખાલી છે. આ ખાલી સીટ ભરવા માટે ચૂંટણી પંચ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત કરી છે. જેને લઈને હવે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ રાજ્યસભાની ચૂંટણી માટે કોને કોને ટિકિટ આપી છે, આવો જાણીએ.

ભાજપના ત્રણ પૈકી એક મુસ્લિમ ઉમેદવાર

જમ્મુ-કાશ્મીરની રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ત્રણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણ ઉમેદવારોમાં એક મુસ્લિમ નામનો પણ સમાવેશ થાય છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ત્રણ નામમાં મુસ્લિમ નેતાને પણ મહોર મારવામાં આવી છે. આ ત્રણ નામમાં ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સતપાલ શર્માનો સમાવેશ થાય છે. જોકે, ભાજપ સિવાય અન્ય રાજકીય પક્ષ પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફ્રરન્સ અને કૉંગ્રેસ ગઠબંધનની સરકાર છે. આ ગઠબંધનની નેશનલ કોન્ફ્રેંસ પાર્ટી દ્વારા ત્રણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવે છે. ચોથી સીટને લઈને કૉંગ્રેસ પાર્ટી સાથે ચર્ચા ચાલી રહી છે, જેથી ગઠબંધન તરફથી ચોથા ઉમેદવાર તરીકે કૉંગ્રેસ પાર્ટીના નેતાનું નામ જાહેર કરાય એવી સંભાવના છે.

ભાજપની જીતવાની નહીંવત શક્યતાઓ

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ ગઠબંધનની સરકાર છે. આ ગઠબંધનને ત્રણ બેઠક પર આગળ છે. જ્યારે ભાજપ માત્ર એક બેઠક પર આગળ છે. તેમ છતાં ભાજપ દ્વારા ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપએ હવે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે અન્ય પક્ષના ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરવા માટે મનાવવાની કવાયત શરૂ કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, જેમાં જે તે રાજ્યના વિધાનસભાના સભ્યો ભાગ લેતા હોય છે, જેથી વિધાનસભામાં જે પક્ષના સભ્યો વધારે હોય તે પક્ષના ઉમેદવારો રાજ્યસભામાં ચૂંટાય તેવી સંભાવના રહેતી હોય છે, પરંતુ ઘણી વખત કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ પણ કરતા હોય છે. જેથી ચૂંટણીનું પરિણામ વિપરિત પણ આવતું હોય છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાં 24 ઓક્ટોબર 2025ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કોણ જીતશે તે આ જ દિવસે નક્કી થશે.

આ પણ વાંચો : ગાઝા શાંતિ સંમેલન માટે વડાપ્રધાન મોદીને મળ્યું આમંત્રણ; આ નેતાઓ રહેશે હાજર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button