જમ્મુ અને કાશ્મીરના લોલાબ વિસ્તારમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ સર્જાતા એલર્ટ રહેવા સૂચના

જમ્મુ અને કાશ્મીર: ઉત્તર ભારતમાં અત્યારે વરસાદની સ્થિતિ વધારે ભયંકર બની રહી છે. છેલ્લા કેટલાય દિવસથી જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. અત્યારે જમ્મુ અને કાશ્મીરના લોલાબ વિસ્તારમાં આવેલા વારનોના જંગલ ક્ષેત્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે ભારે વરસાદની કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જો કે, અત્યારે સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રકાશમાં આવ્યા નથી. વરસાદના કારણે અત્યારે સ્થિતિ વધારે વિકટ બની રહી છે.
આપણ વાંચો: ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ 34 તાલુકામાં વરસાદ…
અત્યારે સુધીમાં કોઈ જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી
લોલાબ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઘણું નુકસાન થયું હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે. જો કે, પહેલાની જેમ વાદળ ફાટ્યું હોવાની કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી.
જો કે, તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે કે, પાણીવાળા વિસ્તારો અને જ્યાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થયું હોય તે વિસ્તારથી દૂર રહેવું. આ પહેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયાં હતા. જેમાં કેટલાક લોકોનો જીવ પણ ગયો છે.
આપણ વાંચો: રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઃ 45 તાલુકામાં મેઘમહેર…
કિશ્તવાડમાં વાદળ ફાટવાના કારણે 61થી વધુના મોત થયેલા
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કિશ્તવાડ, કઠુઆ, રામબન સાથે અનેક જિલ્લાઓમાં વાદળ ફાટ્યું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. વાદળ ફાટવાના કારણે પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ પણ બની છે.
ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના મોટી સંખ્યામાં જનજીવનને પણ અસર થઈ છે. 16મી ઓગસ્ટે કિશ્તવાડમાં વાદળ ફાટ્યું હતું જેમાં 61થી વધુના મોત અને 200થી વધારે લોકો લાપતા થયાં હતા. એટલું જ નહીં પરંતુ 500થી વધારે લોકોને બચાવી પણ લેવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનામાં 180થી વધારે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.