જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઈન બ્લાસ્ટ: એક જવાન શહીદ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં લેન્ડમાઈન બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં એક જવાન શહીદ થયો અને બે ભારતીય જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા બે જવાનોમાંથી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બંને જવાનોની સારવાર ચાલુ છે. આ ઘટના સવારે 10:30ના સમયે ફોરવર્ડ ડિફેન્સ લાઇન (FDL) થી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની 17મી શીખ લાઇટ બટાલિયનની જવાબદારી (AOR) વિસ્તારમાં બની હતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સેનાના ત્રણેય જવાન નિયંત્રણ રેખા પર ફરજ પર હતા.
વિસ્ફોટ બાદ ધાયલ સૈનિકોને તરત જ એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલ થયેલો એક જવાન સ્થળ પર જ શહીદ થયો હતો. જ્યારે બાકીના બે ઘાયલ સૈનિકોને તાત્કાલિક એરલિફ્ટ કરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જો કે સેનાએ શહીદ જવાન વિશે કોઈ માહિતી આપી નથી.
અધિકારીઓનું કહેવું છે કે ઘૂસણખોરી ના થાય તે માટે બેરિયર સિસ્ટમ હેઠળ ફોરવર્ડ એરિયામાં લેન્ડમાઈન નાખવામાં આવે છે. પરંતુ વરસાદને કારણે આ લેન્ડમાઈન કાર્યરત થઈ જાય છે. જેના કારણે અવાર નવાર આવા અકસ્માતો સર્જાય છે. નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં માંગિયોટ ગામના બે રહેવાસી સ્થાનિકો રાજકુમાર અને અશ્વની કુમારને શ્રાપનલ વધારે ઘાયલ થયા છે તે બંને ઘાયલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ગયા વર્ષે 21 ડિસેમ્બરના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના થાનામંડી-સુરનકોટ રોડ પર સવની વિસ્તારમાં સૈનિકોને લઈ જઈ રહેલી સેનાની ટ્રક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા.