'BJP સાથે સરકાર બનાવવા કરતાં હું રાજીનામું આપી દઈશ': ઓમર અબ્દુલ્લાએ આવું કેમ કહ્યું?
Top Newsનેશનલ

‘BJP સાથે સરકાર બનાવવા કરતાં હું રાજીનામું આપી દઈશ’: ઓમર અબ્દુલ્લાએ આવું કેમ કહ્યું?

શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા વારંવાર કેન્દ્ર સરકારને અપીલ કરી રહ્યા છે કે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા આવે, પરંતુ હજુ સુધી તેમની માંગ સ્વીકારવામાં આવી નથી.

અહેવાલ મુજબ ભાજપ કોઈ રીતે જામ્મુ અને કાશ્મીર સરકારમાં ઘુસવા ઈચ્છે છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો મેળવવા માટે ભાજપ સાથે સરકાર બનાવવા કરતાં રાજીનામું આપવાનું પસંદ કરશે.

દક્ષિણ કાશ્મીર યોજાયેલી એક જાહેર રેલીમાં ઓમાર અબ્દુલ્લાએ પોતાના જ પક્ષ નેશનલ કોન્ફરન્સના વિધાનસભ્યોને ચેતવણી આપી હતી. ઓમાર અબ્દુલ્લાએ કહ્યું, “કદાચ જો આપણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હોત, તો બદલામાં જમ્મુ અને કાશ્મીરને રાજ્યના દરજ્જાની ભેટ મળી હોત, પણ શું તમે તે સમાધાન કરવા તૈયાર છો? હું તો નથી.”

‘…તો હું રાજીનામું આપી દઈશ’
ઓમર અબ્દુલ્લાએ વિધાનસભ્યોને કહ્યું, “જો તમે ભાજપ સાથે હાથ મિલાવવા તૈયાર છો, તો જણાવો. જો પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવા માટે ભાજપને સરકારમાં સામેલ થવું જરૂરી હોય, તો મહેરબાની કરીને મારું રાજીનામું સ્વીકાર કરો. બીજા વિધાનસભ્યને મુખ્ય પ્રધાન બનાવી શકો છો અને ભાજપ સાથે સરકાર બનાવી શકો છો. હું આવી સરકાર બનાવવા તૈયાર નથી.”

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “જો જમ્મુ અને કાશ્મીરને એક રાજ્ય તરીકે જોવા માટે રાહ જોવી પડે, તો હું રાહ જોઈશ. આપને હિંમતથી કામ કરવું પડશે અને લડવું જોઈએ.”

“આઈ લવ મોહમ્મદ ” લખતા FIR! ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button