જલંધરમાં પોલીસ અને ગેંગસ્ટર આમને સામને ગોળીબાર, બે પકડાયા

જલંધરઃ પંજાબના જલંધર શહેરની સવાર પોલીસ અને બે ગેંગસ્ટર વચ્ચેના એન્કાઉન્ટરથી થઈ છે. એકબીજા પર થયેલા ગોળીબાર વચ્ચે જલંધર શહેર જાગ્યું હતું. જોકે આ એન્કાઉન્ટરમાં બન્નેનો જીવ બચી ગયો છે, પરંતુ તે પોલીસની પક્કડમાં આવતા પોલીસ છાવણીમાં રાહત છે. રવિવારે વહેલી સવારે જલંધર પોલીસ ટીમ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સભ્યો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા બંને ગુનેગારોને પોલીસ ટીમે પકડી લીધા છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે રવિવારે વહેલી સવારે પોલીસ ટીમ અને બે ગુંડાઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં ઘાયલ બંને ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બંનેની સારવાર કરવામાં આવી રહી છે.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ગુનેગારો કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે. બંને હત્યા, સોપારી હત્યા અને ડ્રગ્સની દાણચોરીના અનેક કેસ સંડોવાયેલા છે. પોલીસ ટીમ અને બદમાશો વચ્ચેના એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ સાથે પોલીસ ઘટનાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે, જેમાં કારના કાચ તૂટેલા જોવા મળે છે. પોલીસ કમિશનર સ્વપન શર્માએ જણાવ્યું હતું કે જે ગુંડાઓ ઝડપાયા છે તેમાં એક નીતિન જલંધરનો રહેવાસી છે અને બીજો અશ્વિની બુલોવાલ ગામનો રહેવાસી છે. આ બંને બે જણની રેકી કરી રહ્યા હતા અને પોલીસે તેમના માટે છટકું ગોઠવ્યું હતું. જ્યારે પોલીસે તેમને પકડવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં બંને તરફથી 15 થી 17 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે બંને બદમાશો ઘાયલ થયા હતા.
બંનેની ઇજાગ્રસ્ત હાલતમાં ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ સામે 10 કેસ નોંધાયેલા છે. બંને આરોપીઓ લોકોને મારવા માટે સોપારી પણ લેતા હતા. ગુનેગારો પાસેથી તોડફોડ કરાયેલી કાર કબજે લેવામાં આવી છે અને કાર ચોરીની છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી 34 અને 32 બોરની બે પિસ્તોલ અને ડઝનેક કારતુસ મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બંને જસમીત ઉર્ફે લકી સાથે યુએસએમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈના સંપર્કમાં હતા. લકીએ જ આ બંને આરોપીઓને જલંધર કોઈ વ્યક્તિની રેકી કરવા માટે મોકલ્યા હતા. પોલીસ કમિશનરે ખુલાસો કર્યો કે જસમીત ઉર્ફે લકી એ જ આરોપી છે જેણે સિદ્ધુ મૂશે વાલા હત્યા કેસમાં બે આરોપીઓને મદદ કરી હતી અને તે બે આરોપીઓ વચ્ચે અમૃતસરમાં એન્કાઉન્ટર થયું હતું.