ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સેનાની મોટી બેઠક, આ મુદ્દા પર થશે મુખ્ય ચર્ચા | મુંબઈ સમાચાર
નેશનલ

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સેનાની મોટી બેઠક, આ મુદ્દા પર થશે મુખ્ય ચર્ચા

જેસલમેર: ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાની પહેલી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ આવતીકાલે જેસલમેરમાં યોજાવાની છે. આ કોન્ફરન્સ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે જેસલમેરમાં યોજાઈ રહી છે, જે ભારત-પાકિસ્તાન સરહદની ખૂબ નજીક છે.

રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે અને આર્મી કમાન્ડરોને સંબોધિત પણ કરવાના છે. આ કોન્ફરન્સ દરમિયાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સાતેય કમાન્ડના આર્મી કમાન્ડરો હાજર રહેશે.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂરથી લઈને અનોખી થીમ્સ: રાજકોટમાં રંગોળી કાર્નિવલ બન્યો આકર્ષણનું કેન્દ્ર!

આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સનો એજન્ડા શું હશે?

કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા ઓપરેશન સિંદૂર પછીની સેનાની ઓપરેશનલ તૈયારી, આધુનિકીકરણ અને ભવિષ્યની રણનીતિ પર આધારિત રહેશે. ભારત એક સાથે બે મોરચે કાર્યવાહી કરવાની ક્ષમતા, નવી બટાલિયનો જેવા કે ભૈરો અને અશ્વિની બટાલિયન, તેમજ ડ્રોન, મિસાઇલ અને ઇન્ફન્ટ્રી મોડર્નાઇઝેશન પર ચર્ચા થવાની છે.

જૈસલમેરમાં યોજાતી આ કોન્ફરન્સ એનો સંકેત છે કે ભારતીય સેના પોતાની જમીનસ્તરની તૈયારી અને બોર્ડર સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલી સતર્ક અને પ્રતિબદ્ધ છે.

આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’માં બરબાદ થયેલું જૈશ-એ-મોહમ્મદ મહિલાઓની કરશે ભરતીઃ મસૂદ અઝહરની બહેન કરશે નેતૃત્વ

સંબોધનમાં રાજનાથ સિંહ આ વાત પર ભાર મૂકશે

રાજનાથ સિંહ પોતાના સંબોધનમાં સેના દ્વારા અત્યાર સુધી હાંસલ કરાયેલા ઉપલબ્ધિઓની પ્રશંસા કરશે અને ભવિષ્યના લક્ષ્યો અંગે માર્ગદર્શક વિચાર રજૂ કરશે. તેઓ આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રક્ષા ઉત્પાદન, ટેકનોલોજીકલ નવીનતા અને આધુનિકીકરણ પર પણ ખાસ ભાર મુકશે.

આ બેઠક માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતની રણનીતિક દિશા અને સેનાની ભવિષ્યની તૈયારીઓ નક્કી કરતી મહત્વપૂર્ણ ઘટના સાબિત થશે. આથી સ્પષ્ટ થાય છે કે ભારતીય સેના દરેક પરિસ્થિતિમાં દેશની સીમાઓ અને ગૌરવની રક્ષા માટે સંપૂર્ણ તૈયાર છે.

ભારતીય નૌસેનાની તે તૈયારીની પ્રશંસા કરી

આ પહેલાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં નૌસેના કમાન્ડર્સ કોન્ફરન્સને પણ સંબોધિત કરી હતી, જેમાં તેમણે ભારતીય નૌસેનાની તે તૈયારીની પ્રશંસા કરી હતી, જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને તેના બંદર અને તટ વિસ્તાર સુધી મર્યાદિત રાખવામાં સફળતા મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન સમગ્ર વિશ્વે ભારતીય નૌસેનાની તૈયારી, વ્યાવસાયિકતા અને શક્તિનું પ્રદર્શન જોયું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button