નેશનલ

જયરામ રમેશે GST 2.0 નો ઉલ્લેખ કરી ભાજપ પર કર્યો કટાક્ષ, કહ્યું- પોપકોર્ન બાદ ડોનટ પર પડી અસર…

નવી દિલ્હીઃ કોંગ્રેસે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર જીએસટીને લઈ આકરા પ્રહાર કર્યા હતા. જીએસટીના અલગ અલગ દર અંગે શનિવારે કોંગ્રેસે કટાક્ષ કરતાં કહ્યું, પોપકોર્ન બાદ હવે ડોનટ પર જીએસટીની અસર થઈ છે. દેશને હવે જીએસટી 2.0ની જરૂર છે.

Also read : સરકાર જો આ વસ્તુઓની આયાત બંધ કરશે તો હજારોની રોજગારી છીનવાઈ જવાનું જોખમ…

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક અહેવાલનો ઉલ્લેખ કરીને કહ્યું,સિંગાપુરની ડોનેટ ચેન મેડ ઓવર ડોનટ્સને કથિત રીતે તેમના વ્યવસાયને અલગ વર્ગીકૃત કરવા તથા 5 ટકા જીએસટી ચુકવવા માટે 100 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, પોપકોર્ન બાદ હવે ડોનટ પર પણ જીએસટીની અસર પડી રહી છે. મેડ ઓવર ડોનટ્સને 100 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે. ડોનટ માટે જાણીતી આ બ્રાંડને તેના વ્યવસાયનું ખોટું વર્ગીકરણ કરવા અને ડોનટ પર 5 ટકા જીએસટી (તેને રેસ્ટોરેંટ સર્વિસ બતાવીને) ચુકવવાનો આરોપ છે. જયારે બેકરી ઉત્પાદનો પર 18 ટકા ટેક્સ છે.

જયરામ રમેશે એમ પણ લખ્યું, હવે મામલો હાઇ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની આ હકીકત છે. આ કારણે જીએસટી 2.0ની જરૂરિયાત ઉભી થઈ છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસે કહ્યું હતું કે, જીએસટી અંતર્ગત પોપકોર્ન અંતર્ગત ત્રણ અલગ અલગ સ્લેબની વ્યવસ્થા માત્ર સિસ્ટમની જટિલતા દર્શાવે છે. શું મોદી સરકાર જીએસટી 2.0 લાગુ કરવાનું સાહસ દર્શાવશે?

Also read : વાટાઘાટ ગઈ નિષ્ફળ, 24-25 માર્ચે બેંક કર્મચારીઓની હડતાલ…

શં છે ડોનટ
ડોનટ મેંદાના લોટમાંથી બનાવવામાં આવતી સ્નેક આઈટમ છે. જેને વિવિધ આઈટમથી ડેકોરેટ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button