
નવી દિલ્હી: ગઇકાલે 9 મી જૂને નરેન્દ્ર મોદીએ (Narendra Modi) દેશના વડાપ્રધાન પદની શપથ લીધી છે. તેની સાથે અન્ય 72 કેન્દ્રીય મંત્રીઓએ શપથ લીધા છે. આજે સોમવારે નરેન્દ્ર મોદીએ તેમનો પદભાર સંભાળ્યો હતો. પદભાર સંભાળતાની સાથે જ તેમણે પ્રધાનમંત્રી કિસાન નિધિનો 17 મો હપ્તો જાહેર કારવા પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે આના પર કોંગ્રેસે નરેન્દ્ર મોદીનું PR કહીને આકરી પ્રતિક્રિયા આપી હતી.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે (Jayram Ramesh) ‘X’ પર કહ્યું હતું કે, એક તૃતીયાંશ વડાપ્રધાનનું હેડલાઇન મેનેજમેન્ટ અને પીઆર ત્રીજા કાર્યકાળના પહેલા જ દિવસથી શરૂ થઈ ગયું હતું. એ વાતને લઈને ઢંઢેરો પિટવામાં આવે છે કે પદભાર ગ્રહણ કર્યા બાદનું પ્રથમ કામ તેમણે કિસાન નિધિનો 17 મો હપ્તો જારી કરવાનું કર્યું. પરંતુ આખો ઘટનાક્રમ સમજવા જેવો છે,
જયરામ રમેશે લખ્યું હતું કે, પીએમ કિસાન નિધિનો 16 મો હપ્તો જાન્યુઆરીમાં મળવાનો હતો પરંતુ વડાપ્રધાન પોતાનો ચૂંટણીમાં લાભ લેવા માંગતા હતા અને આથી તેમાં એક મહિનાનું મોડું કરવામાં આવ્યું. જ્યારે પીએમ કિસાન નિધિ યોજનાનો 17મો હપ્તો અપ્રિલમાં મળવાન હતો પરંતુ આદર્શ આચારસંહિતા લાગુ હોવાના લીધે તેમાં પણ વિલંબ થયો હતો.
તેમણે કહ્યું હતું કે, ‘એક તૃતીયાંશ વડાપ્રધાને આ ફાઇલ પર હસ્તાક્ષર કરીને કોઈ મોટો ઉપકાર નથી કર્યો. આ તેમની જ બનાવેલી નીતિ અનુસાર તેમનો હક છે. સામાન્ય અને નિયમિત જે પ્રશાસનિક નિર્ણયોને પણ મસ મોટી ભેટોની જેમ બતાવવાની ટેવ પડી ગઈ છે. સ્વાભાવિક છે કે તે પોતાને જૈવિક નહિ પરંતુ દૈવિય માણી રહ્યા છે.
જો વાસ્તવમાં તેઓ ખેડૂતોની ચિંતા કરતાં હોત તો, તો તે આ પાંચ વસ્તુ પહેલા કરત.
1. યોગ્ય કિંમત
2. સ્વામીનાથન ફોર્મ્યુલા મુજબ MSPની ગેરેંટી
3. દેવુંમાફી
4. ખેડૂતોની ભલામણ મુજબની આયાત-નિકાત નીતિ
5. ખેતીને GST મુક્ત
Also Read –