‘પતિ-પત્ની ઔર વો’ પત્નીએ પ્રેમી સાથે પતિનું ઢીમ ઢાળી દીધું! લાશને કોથળામાં ભરીને….

જયપુરઃ પતિ-પત્ની ઔર વો ની કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ મામલો હત્યા સુધી પણ પહોંચી જાય છે. છેલ્લા 2 વર્ષમાં આવી કેટલીય ઘટનાઓ બની છે, જેમાં પતિએ પત્ની હત્યા કરી હોય કાં તે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોય! આવી જ એક ઘટના ફરી રાજસ્થાનના જયપુરમાં બની છે. અહી પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની કરપીણ હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ પણ વાંચો: સાવિત્રી બની યમદૂતઃ પતિના ટૂકડા કરનારી મુસ્કાનના માતા-પિતા દીકરીને ફાંસીએ લટકાવવા માગે છે
ગોપાલી દેવીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગોપાલી દેવી નામની મહિલાએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી છે. એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ લાશને જંગલમાં લઈ જઈને સળગાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે આ ઘટના વિશે વિગતો આપતા જણાવ્યું કે, મૃતક વ્યક્તિ શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મૃતકની પત્ની ગોપાલી દેવીનો દીનદયાલ નામના વ્યક્તિ સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.
લાશને જંગલમાં લઈ જઈને સળગાવી દેવાનો પ્રયાસ
પત્નીના પ્રેમ પ્રકરણની મૃતકને ખબર પડી ગઈ હોવાથી તે દીનદયાલની દુકાને ગયો હતો. આ દરમિયાન ગોપાલી દેવી પણ ત્યાં કામ કરતી હતી. તે સમયે મૃતક ધન્નાલાલ અને દીનદયાલ વચ્ચે ઝઘડો પણ થયો હતો. જેથી પત્ની ગોપાલી દેવીએ પ્રેમી દીનદયાલ સાથે મળીને ધન્નાલાલ પર હુમલો કર્યો અને હત્યા કરી દીધી હતી. બાદમાં લાશને જંગલમાં લઈ જઈને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પત્ની અને પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: સપના માત્ર સપના બની ગયા! મેટ્રો શહેરમાં રહેવું કેટલું મુશ્કેલ ભર્યું છે? એક વ્યક્તિએ શેર કરી ભાવુક પોસ્ટ
અલગ અલગ બે ઘટનામાં કારણ એક જ ‘પતિ-પત્ની ઔર વો’
ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ આવી જ એક ઘટના બની હતી. મેરઠની ઘટનામાં મુસ્કાને પોતાના પ્રેમી સાહિલ સાથે મળીને પતિની સૌરભની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ લાશના ટુકાડા કરીને સિમેન્ટના ઘોળથી પીપ ભરી દીધું હતું. મેરઠની ઘટના અને જયપુરની ઘટના પાછળના કારણની વાત કરવામાં આવે તો, ‘પતિ-પત્ની ઔર વો’ છે.