જયપુરમાં ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં લીકેજ: ટેન્કરનો વાલ્વ તૂટવાને કારણે સર્જાય દુર્ઘટના
જયપુર: રાજસ્થાનના પાટનગર જયપુરના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની દુર્ઘટના સર્જાય હોવાના અહેવાલો સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્લાન્ટના 29 ટનના ઓક્સિજન ટેન્કરનો બલ્બ તુટી ગયો હતો, જેના કારણે ઓક્સિજન લીક થયો હતો. આ ઘટના બાદ વહીવટીતંત્ર અને પ્લાન્ટના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને લીકેજને રોકવાની કામગીરી હાથ ધરી છે.
200-300 મીટર સુધી ઓક્સિજન લીક પ્રાપ્ત વિગતો અનુસાર જયપુરમાં VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની દુર્ઘટના સર્જાય હતી. હાલ મળી રહેલા અહેવાલો અનુસાર પ્લાન્ટના 29 ટનના ઓક્સિજન ટેન્કરનો બલ્બ તુટી ગયો હતો, જેના કારણે લગભગ 200-300 મીટર સુધી ઓક્સિજન લીક થયો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ તંત્ર દોડતું થઈ ગયું હતું, તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને લીકેજને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઓક્સિજનના લીકેજથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે નજીકના વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તંત્ર થયું દોડતું ઘટનાની જાણ થતાની સાથે પોલીસ, સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને પ્લાન્ટમાં ગેસ લીકેજને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સુધી લીકેજના લીધે કોઈ જાનહાનિના અહેવાલો નથી. હાલમાં પ્લાન્ટમાં ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
Also read: ટનલમાં ફસાયેલી 41 જિંદગીઃ 4 જગ્યાએથી 4 અલગ-અલગ એજન્સીઓ કરી રહી છે ખોદકામ
દહેજમાં ગેસ ગળતરથી ચાર શ્રમિકોના મૃત્યુ થોડા દિવસો પપૂર્વે ભરૂચના દહેજમાં આવેલ જીએફએલ કંપનીમાં ગેસ ગળતરથી ચાર શ્રમિકોના મોત થયા હતા. GFL કંપનીના CML પ્લાન્ટમાં આ દુર્ઘટના સર્જાય હતી. જેમાં ગેસલાઈનનો વાલ્વ લીકેજ થતા કામ કરતા શ્રમિકોને તેની અસર થવા લાગી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અસરગ્રસ્ત કામદારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે.ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને અન્ય કામદારોને સુરક્ષિત રીતે કંપનીની બહાર કાઢયા હતા.