Jail ka jawab hum vote denge: આમ આદમી પાર્ટીએ લૉંચ કર્યું કેમ્પેઈન સૉંગ | મુંબઈ સમાચાર
નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Jail ka jawab hum vote denge: આમ આદમી પાર્ટીએ લૉંચ કર્યું કેમ્પેઈન સૉંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી સમયે મતદારોને રીઝવવા હવે રાજકીય પક્ષો સંગીતનો ઉપયોગ વધારે કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાનું કેમ્પેઈન સૉંગ લૉંચ કર્યું છે. આ રેપ સૉંગના શબ્દો છે જેલ કા જવાબ હમ વૉટ દેંગે. આપ દ્વારા નવી દિલ્હી ખાતે લૉંચ કરવામાં આવેલા આ ગીતને પક્ષના વિધાનસભ્ય દિલીપ પાંડેએ લખ્યું છે. લોકો તેમની આ પ્રતિભાની પ્રશંસા કરી રહ્યા છે.

આ ગીત રેપ સ્ટાઈલમાં ગાવામાં આવ્યું છે. કેજરીવાલને કથિત શરાબ કૌભાંડમાં જેલબંધ કરવામાં આવ્યા છે અને તેમને જામીન પણ મળી રહ્યા નથી. આ સાથે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા પણ જેલમાં બંધ છે. તાજેતરમાં જ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે.

દરમિયાન પક્ષે પોતાનું સૉંગ લૉંચ કર્યું છે અને વૉર રૂમ પણ શરૂ કર્યો છે. સૉંગ લૉંચ થયા બાદ ઈન્ટરનેટ યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકો આ ગીતને વખાણી રહ્યા છે તો અમુકને એવું લાગે છે કે કોઈ ઈમોશનલ ગીત હોવું જોઈએ જે દરેક ઉંમરના લોકોને અપીલ કરે. તો કોઈ 2020નું વિશાલ ડડલાણીનું ગીત વધુ સારું હોવાનું કહે છે.

https://twitter.com/i/status/1783435742447911223

લોકસભાની ચૂંટણીના બે તબક્કનું મતદાન પૂરું થયું છે. સરેરાશ મતદાન ઓછું થયું છે ત્યારે હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારી ચાલી રહી છે, જેમાં ગુજરાત સહિત દિલ્હીની બેઠકોનો પણ સમાવેશ થાય છે.

સંબંધિત લેખો

Back to top button