
નવી દિલ્હીઃ ભારતમાં ખેડૂતોની હાલત કફોડી બની છે! કારણે કે, ખેડૂત રોજ ખેતરમાં મજૂરી કરીને પાક કે ધાન તૈયાર કરે છે, પરંતુ સામે માર્કેટમાં તેને પુરતો ભાવ મળતો નથી. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે, છતાં તેની હાલત કફોડી શા માટે? ખેડૂતોને તેના પાકનો પૂરતો ભાવ મળવો જ જોઈએ. જેથી સંયુક્ત કિસાન મોરચા દ્વારા સરકાર પાસેથી MSPની માંગણીને લઈને ઉપવાસ ચાલી રહ્યો હતો. નોંધનીય કે, શહીદોની ભૂમિ ફતેહગઢ સાહિબના અનાજ બજારમાં આજે યોજાયેલી મહાપંચાયત દરમિયાન ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલે 131 દિવસ પછી તેમનો આમરણાંત ઉપવાસ સમાપ્ત કર્યો છે.
માત્ર ઉપવાસ પૂર્ણ કયો છે, આંદોલન નહીં!
ફતેહગઢ સાહિબના મુખ્ય ગ્રંથી ભાઈ હરપાલ સિંહે દલ્લેવાલને ઉપવાસનો અંત લાવવા માટે પ્રાર્થના કરી હતી, જેથી ખેડૂતોના આંદોલનની સુધારણા માટે પણ પ્રાર્થના કરી અને દલેવાલને પાણી પીવડાવીને આ ઉપવાસનો અંત લાવવામાં આવ્યો છે. જો કે મહત્વની વાત એ છે કે, દલ્લેવાલે કહ્યું કે, માત્ર ઉપવાસ પૂર્ણ કયો છે, આંદોલન નહીં! ખેડૂત માટેનું આ આંદોલન પહેલાથી પણ 10 ગણું વાદે મજબૂતાઈથઈ ચાલુ જ રહેશે. વધુમાં કહ્યું કે, તેમનું આંદોલન ખતમ નથી થયું અને જ્યાં સુધી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે!
ઉપવાસનો અંત લાવવાનો નિર્ણય મારો વ્યક્તિગત નથીઃ જગજીત સિંહ દલ્લેવાલ
આમરણ ઉપવાસ પૂર્ણ કર્યો તે મામલે જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે, જ્યારે ભગવાન જન્મ આપે છે ત્યારે તે દરેક વ્યક્તિને તેના કર્મ સાથે આપે છે અને ભગવાને મને મારા કર્મ અનુસાર જે કંઈ કરાવ્યું, તે મારા કર્મો હતા. ઉપવાસનો અંત લાવવાનો નિર્ણય પણ મારો વ્યક્તિગત નિર્ણય નહોતો. ભવિષ્યમાં જે કંઈ થશે તે ભગવાનની ઇચ્છા મુજબ થશે. ખેડૂતોએ વિરોધ કર્યો, સરકાર MSPનો મુદ્દો સાંભળવા તૈયાર ન હતી. આજે MSP એક મુદ્દો ઉગ્ર બન્યો છે, આ બાબતે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે એક બેઠક યોજાવા જઈ રહી છે. અમે ચોક્કસપણે આ મીટિંગમાં ભાગ લઈશું.
માંગણીનો સ્વીકાર નહીં થાય ત્યા સુધી આંદોલન યથાવત રહેશેઃ દલ્લેવાલ
આ સાથે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી દ્વારા દલ્લેવાલને 4 તારીખે યોજાનારી બેઠકમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. જે મામલે દલ્લેવાલે મીડિયાને કહ્યું કે, સરકારને કોઈ ગેરસમજ ન થાય તે માટે, અમે ચોક્કસપણે અમારા સાથીદારો સાથે આ બેઠકમાં ભાગ લઈશું અને દલીલો અને અપીલો સાથે, અમારી માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરીશું. પરંતુ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ત્યાં સુધી આંદોલનને ખતમ નહીં કરવામાં આવે. અમારો કોઈ ખેડૂત સંગઠન સાથે કોઈ વ્યક્તિગત ઝઘડો નથી. ખેડૂતો તેમના મિશન પર રોકાયેલા છે અને એક દિવસ ખેડૂત આંદોલન ચોક્કસ જીતશે.
શું દલ્લેવાલની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવશે?
ઉપવાસ પહેલાની વાત કરવામાં આવે તો દલ્લેવાલે કહ્યું હતું કે, જ્યારથી મેં આમરણ ઉપવાસ શરૂ કર્યો ત્યારથી મારી એક જ માંગ રહી છે. મહત્વની વાત એ છે કે, આ આંદોલનમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો વધારે જોડાયા છે. આ આંદોલનમાં યુવાનો સાથે મહિલાઓ પણ જોડાયેલી છે, સરકાર અનેક પ્રયત્નો કર્યા પરંતુ આંદોલન શાંત થયું નહોતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સરકારે કોર્ટમાં પણ કહ્યું હતું કે, દલ્લેવાલને ત્યાંથી હટાવવા મુશ્કેલ છે. જે માટે દલ્લેવાલે દરેકનો આભાર માન્યો હતો. પરંતુ શું હવે સરકાર જગજીત સિંહ દલ્લેવાલની વાતને સાંભળીને માન્યા રાખશે? શું દલ્લેવાલની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવશે? આવા અનેક પ્રશ્ને અત્યારે થઈ રહ્યાં છે, પરંતુ મહત્વની વાત એ છે કે, જગજીત સિંહ દલ્લેવારે 131 દિવસ પછી પોતાનો આમરણ ઉપવાસ પૂર્ણ કર્યો છે પરંતુ આંદોલન ચાલુ રાખવાની વાત પર હજી મક્કમ જોવા મળ્યાં છે.
આપણ વાંચો : ગુજરાતમાં ખેડૂતો થઈ રહ્યા છે ડિજિટલ, ₹10 હજાર કરોડથી વધુ કૃષિપેદાશોનું કર્યું ઓનલાઈન વેચાણ