ધનખડના રાજીનામા પાછળના અનેક રહસ્યો: શું અપમાન અને અવગણના કારણભૂત? | મુંબઈ સમાચાર

ધનખડના રાજીનામા પાછળના અનેક રહસ્યો: શું અપમાન અને અવગણના કારણભૂત?

વિપક્ષના નેતાઓએ મળવાનો સમય માગ્યો પણ આપ્યો નહીં, સામાન પેક કરવાની તૈયારી

નવી દિલ્હી: ચોમાસુ સત્રના પહેલા દિવસની રાત્રીએ ઉપરાષ્ટ્રતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું, પરંતુ જગદીપ ધનખડ દ્વારા આપવામાં આપેલા અચાનક રાજીનામાથી અનેક અટકળો વહેતી થઈ હતી. છેલ્લા બે દિવસથી વિપક્ષ દ્વારા જગદીપ ધનખડના રાજીનામા માટે અવનવા કારણો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે જગદીપ ધનખડના રાજીનામાનું નવું કારણ સામે આવ્યું છે. જોકે, ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા પછી તેમને પોતાનો સામાન પેક કરવાનું ચાલુ કર્યું હતું.

જગદીપ ધનખડે કરી હતી મોટી માંગ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમણે તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મિટિંગ કરવાની વાત કરી હતી. ધનખડે જણાવ્યું હતું કે, જેડી વેન્સ તેમની સમકક્ષ છે, એટલે તેમની સાથે તેઓ મિટિંગ કરશે. પરંતુ ત્યારબાદ એક કેબિનેટ પ્રધાને જગદીપ ધનખડને ફોન કરીને કહ્યું હતું કે, “જેડી વેન્સ ભલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે, પરંતુ તેઓ રાષ્ટ્રપતિ ટ્ર્મ્પનો સંદેશ પીએમ મોદી માટે લઈને આવી રહ્યા છે.

આ ઉપરાંત સૂત્રો જણાવી રહ્યા છે કે જગદીપ ધનખડે કેબિનેટ પ્રધાનોની ઓફિસમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના ફોટો સાથે પોતાનો ફોટો લગાવવાની વાત કરતા હતા. તેમણે પોતાની ફ્લીટની તમામ ગાડીઓને મર્સિડીઝ સાથે બદલવાનું દબાણ પણ કર્યું હતું.

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરુ: ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ એક્શનમાં, ટૂંક સમયમાં તારીખો જાહેર થશે

25 મિનિટ સુધી જોઈ રાષ્ટ્રપતિની રાહ

આ ઉપરાંત તેઓ અપોઈન્મેન્ટ લીધા વગર રાષ્ટ્રપતિને મળવા ચાલ્યા ગયા હતા. જોકે સાંજનો સમય હતો એટલે રાષ્ટ્રપતિને તૈયાર થઈને આવવામાં થોડીવાર લાગી હતી. જગદીપ ધનખડે 25 મિનિટ સુધી રાષ્ટ્રપતિની રાહ જોઈ હતી અને તેમની મુલાકાત કરીને રાજીનામું આપ્યું હતું. તેઓને એવી આશા હતી કે, સરકાર તેમને રાજીનામું પાછું ખેચવા માટે મનાવશે. પરંતુ એવું થયું નહી અને મંગળવારે તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો.

ધનખડના રાજીનામા મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ

ઉલ્લેખનીય છે કે, વિપક્ષે તેમના રાજીનામા માટે બે ન્યાયધીશો સામે મહાભિયોગની કાર્યવાહીનું કારણ આપ્યું હતું. આ સિવાય સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે જગદીપ ધનખડના રાજીનામાના કારણ અંગે સત્તાપક્ષ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જગદીપ ધનખડના ખબરઅંતર પૂછવા માટે કોઈ ભાજપના નેતા કેમ ગયા નથી. જ્યારે મમતા બેનર્જીએ પણ કહ્યું હતું કે, જગદીપ ધનખડની તબિયત એકદમ સારી છે. આ અંગે કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ.

આ પણ વાંચો: શું પક્ષપલટાનું પરિણામ છે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું? સત્યાપાલ મલિક, મેનકા બાદ ધનખડ ધકેલાયા હાંસિયામાં…

રાજીનામા પછી સામાન પેક કરવાની તૈયારી

ધનખડે રાજીનામું આપ્યા પછી એકાંત જતા રહ્યા હતા અને કોઈ નેતાને પણ મળ્યા નહોતા. વિપક્ષી પાર્ટીના અનેક નેતાઓએ મળવાનો સમય માગ્યો હતો, પરંતુ કોઈના અનુરોધ સામે જવાબ આપ્યો નહોતો. શિવસેનાના નેતા સંજય રાઉત અને શરદ પવાર પણ ધનખડને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય મળ્યો નહોતો. હવે એવું કહેવાય છે કે રાજીનામું આપ્યા પછી તેમને તરત સામાન પેક કરવાની પણ તૈયારી કરી હતી. વાઈસ પ્રેસિડન્ટનો બંગલો ખાલી કર્યા પછી તેમને ટાઈપ8નો સરકારી બંગલો ફાળવવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button