‘દેશમાં બીજી બાબરી મસ્જીદ નહીં બને!’, જગદ્ગુરુ રામભદ્રાચાર્યનું ચોંકાવનારું નિવેદન…

ઉત્તર પ્રદેશ: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સ્વામી રામભદ્રાચાર્યે બાબરી મસ્જીદ પર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું, “દેશમાં બીજી બાબરી મસ્જીદ નહીં બને અને તેને બનવા પણ નહીં દેવામાં આવે.” આ નિવેદન પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં નિલંબિત TMC ધારાસભ્ય હુમાયુન કબીરના પ્રસ્તાવિત ‘બાબરી મસ્જીદ’ વિવાદને લઈને આવ્યું છે.
રામભદ્રાચાર્ચે હિંદુઓ એક થવા આહ્વાન કર્યું
જગદ્ગુરુ રામભદ્રાચાર્ચે હિંદુઓને પણ એક થવા માટે આહ્વાન કર્યું છે. રામભદ્રાચાર્ચે કહ્યું કે, જો હિંદુઓ વિભાજીત થશે, તો તેઓ માર્યા જશે. તેથી આપણે એક થવું જોઈએ. આપણા ઘણા સંપ્રદાયો હોઈ શકે છે, પરંતુ આપણે બધા હિંદુઓ એક હોવા જોઈએ. વિપક્ષ પર વાક્ પ્રહાક કર્યાં કર્યું કે વિપક્ષ અત્યારે માર્ગ ભૂલી ગયું છે. વિપક્ષ મૂંઝવણમાં છે. તેઓ રામને ભૂલી ગયા છે. સ્વામી રામભદ્રાચાર્યનું આ નિવેદન સીએમ યોગીના નિવેદન બાદ આવ્યું છે.
ભારતમાં હવે કોઈ બાબરી મસ્જિદ નહીં બને: સીએમ યોગી
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતમાં હવે કોઈ બાબરી મસ્જિદ નહીં બને! સીએમ યોગીએ કહ્યું હતું કે, રામના દેશદ્રોહીઓ માટે હવે કોઈ જગ્યા બાકી નથી, જેઓ રામ ભક્તો પર ગોળીબાર કરી રહ્યા હતા અને રામના કાર્યમાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. જે લોકો બાબરી ઢાંચાના સપના જોઈ રહ્યા છે, તેમને અમે હું કહું છું કે, કયામતનો દિવસ ક્યારેય નહીં આવે. કયામત માટે જીવશો નહીં’.
મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદનું બાંધકામ
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદનું બાંધકામ શરૂ થયું છે. ટીએમસીના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીર આ કાર્યનું નેતૃત્વ કરી રહ્યા છે. આજે મસ્જિદનું બાંધકામ શરૂ થાય તે પહેલાં, હુમાયુ કબીરે લોકો સાથે કુરાનનું પઠન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ હુમાયુ કબીરે દાવો કર્યો કે બેલડાંગા વિસ્તારમાં ફેબ્રુઆરી 2026થી બાબરી મસ્જીદનું નિર્માણ શરૂ થશે. તેમણે કહ્યું કે રૂપિયા 20 કરોડથી વધુ દાન મળ્યું છે અને લાખો ઈંટો તૈયાર છે. હુમાયુ કબીરના નેતૃત્વમાં બનેલી બાબરી મસ્જિદ દેશભરમાં ચર્ચાનો વિષય છે. આ મુદ્દાને લઈને રાજકારણ પણ રમાઈ રહ્યું છે, અને નિવેદનોનો દોર પણ ચાલુ છે.



