એમપીમાં કાળ ભૈરવની મૂર્તિને સિગારેટ પીવડાવતો વીડિયો વાઈરલ, પોલીસે એક્શનમાં

જબલપુરઃ મધ્ય પ્રદેશ (એમપી)ના જબલપુરથી એક ચોંકાવનારા સમાચાર જાણવા મળી રહ્યા છે. અહીંના અસામાજિક યુવક દ્વારા ભગવાન મહાકાલ ભૈરવની મૂર્તિ સાથે અભદ્ર વર્તન કર્યું છે. એક તોફાની યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવક ભક્તોને કાલ ભૈરવ મહારાજને સિગારેટ ચઢાવવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક યુવકે મૂર્તિના મોંમાં સિગારેટ મૂકીને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ યુવકની ઓળખ આકાશ ગોસ્વામી તરીકે થઇ છે. આકાશ નામનો યુવક દ્વારા કાલ ભૈરવની પ્રતિમાને સિગારેટ પીવડાવી રહ્યો છે.
આપણ વાંચો: મધ્ય પ્રદેશના મુરૈનામાં વિસ્ફોટઃ 3 મકાન ધરાશાયી, 4 મહિલાનાં મોત
આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. લગભગ 36 સેકન્ડનો આ વીડિયો સામે આવ્યા બાદ જબલપુર પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ દોષિત યુવક સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ગ્વારીઘાટ વિસ્તારમાં બાદશાહ હલવાઈ મંદિર પાસે સ્થિત શ્રી પ્રાચીન કાલ ભૈરવ સિદ્ધપીઠમાં બની હતી.
આ વીડિયો વાઈરલ થયા બાદ શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંબંધિત યુવકો સામે કડક કાર્યવાહીની માંગ ભક્તો કરી રહ્યા છે. જોકે, આવું પહેલીવાર બન્યું નથી કે ભગવાનની મૂર્તિ સાથે ચેડાં કરવામાં આવ્યા હોય. આ પહેલા પણ ભગવાનની મૂર્તિ સાથે દુર્વ્યવહારના અનેક વીડિયો સામે આવ્યા છે જેણે ભક્તોનો રોષ જગાવ્યો છે
આપણ વાંચો: મધ્ય પ્રદેશમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં પાંચનાં મોતઃ ૭ ઘાયલ…