ITR રિફંડ આવવામાં કેમ થઈ રહ્યો છે વિલંબ? શું છે કારણો, સિમ્પલ સ્ટેપ્સથી કરો ચેક…
નેશનલ

ITR રિફંડ આવવામાં કેમ થઈ રહ્યો છે વિલંબ? શું છે કારણો, સિમ્પલ સ્ટેપ્સથી કરો ચેક…

દર વર્ષે કરોડો ટેક્સ પેયર્સ ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return Filing) ફાઈલ કરે છે. ઘણી વખત આ રિટર્ન ફાઈલ કર્યાના થોડાક જ દિવસોમાં પૈસા એકાઉન્ટમાં આવી જાય છે તો ઘણી વખત આ માટે લાંબી રાહ જોવી પડે છે.

સામાન્યપણે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઈ-વેરિફિકેશનના 20થી 40 દિવસની અંદર રિફંડ પ્રોસેસ કરે છે. પરંતુ અગાઉ કહ્યું એમ ઘણી વખત પૈસા પાછા મળવામાં મોડું થાય છે અને ટેક્સપેયર્સને ચિંતા સતાવે છે, કે આખરે તેમના પૈસા ક્યાં અટવાયા છે? જો તમારી સાથે પણ આવું થયું છે તો આ સ્ટોરી તમારા માટે જ છે.

ITR Refundમાં થયું છે મોડું?
જો તમને પણ એવો સવાલ સતાવી રહ્યો છે કે તમારા ઈનકમ ટેક્સ રિફન્ડમાં કયા કયા કારણોસર વિલંબ થઈ શકે છે અને રિફન્ડનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો છો તો અહીં કેટલાક એવા કારણો સિમ્પલ સ્ટેપ્સ જણાવવામાં આવ્યા છે જેની મદદથી તમે સરળતાથી આ વિશે જાણી શકો છો.

રિફંડમાં કયા કારણે થાય છે વિલંબ?

સૌથી પહેલાં તો વાત કરીએ કે આખરે એવા તે કયા કારણો છે કે જેને કારણે તમને રિફંડ મળવામાં મોડું થઈ શકે છે.

⦁ ઈ-વેરિફિકેશન પેન્ડિંગઃ જ્યાં સુધી તમે આઈટીઆરને ઈ-વેરિફાઈ નહીં કરો ત્યાં સુધી તમારું રિટર્ન પ્રોસેસ નહીં થાય.
⦁ ફિઝિકલ વેરિફિકેશનમાં વિલંબઃ જો તમે તમારી આઈટીઆર સર્ટિફિકેટને પોસ્ટથી સીપીસી એટલે કે સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર, બેંગ્લોર ખાતે મોકલાવી છે અને એ સમયસર નથી પહોંચી તો તેમાં વિલંબ થઈ શકે છે.
⦁ આઈટીઆરમાં લોચા-લાપસીઃ જો તમારા આઈટીઆરમાં કોઈ ભૂલ છે કે તમારી ડિટેલ્સ મેચ નથી થતી તો જ્યાં સુધી વિભાગીય સ્પષ્ટીકરણ ન મળે ત્યાં સુધી રિફંડ અટકાવવામાં આવે છે.
⦁ બેંક એકાઉન્ટ સંબંધિત સમસ્યાઃ ખોટો બેંક એકાઉન્ટ નંબર, ઈનએક્ટિવ એકાઉન્ટ કે એકાઉન્ટ પર લગાવવામાં આવેલી રોક તમારા રિફંડમાં વિલંબ થઈ શકે છે.
⦁ ટેક્સ બાકી હોયઃ જો તમારે કોઈ ટેક્સ ચૂકવવાનો બાકી છે તો શક્ય છે કે તમારા રિફંડને એની સામે જ સેટલ કરવામાં આવે છે.
⦁ પોર્ટલ અપડેટઃ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર અપગ્રેડ કે કોઈ ફેરફાર થવાને કારણે પણ આઈટીઆર રિફંડમાં વિલંબ થઈ શકે છે.
⦁ રિફંડ રી-ઈશ્યૂ પણ છે જરૂરીઃ ઘણી વખત રિફંડ આપી દીધા બાદ પણ એકાઉન્ટમાં પૈસા નથી પહોંચતા. આવી સ્થિતિમાં રી-ઈશ્યૂ રિક્વેસ્ટ કરવી પડી શકે છે.

આ રીતે ચેક કરો રિફંડનું સ્ટેટ્સઃ
⦁ કઈ રીતે ચેક કરશો આઈટીઆર રિટર્ન ફાઈલનું સ્ટેટ્સ? આ રહ્યા કેટલાક સિમ્પલ સ્ટેપ્સ…
⦁ સૌથી પહેલાં તો incometax.gov.inની વેબસાઈટ પર જાવ
⦁ હવે અહીં PAN (યુઝર આઈડી), પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગઈન કરી લો
⦁ ત્યાર બાદ મેન્યુમાં જઈને વ્યુ રિટર્ન્સ, ફોર્મ્સ પર ક્લિક કરો
⦁ અહીં તમને ઈનકમ ટેક્સ રિટર્નનું ઓપ્શન દેખાશે
⦁ તમને જે વર્ષનું રિફંડ જોવું છે તો તે અસેસમેન્ટ યરને પસંદ કરીને સબમિટ કરો
⦁ હવે આઈટીઆરનું એકનોલેજમેન્ટ નંબર દેખાશે એના પર ક્લિક કરો
⦁ તમારી સામે રિફંડની પૂરેપૂરી ડિટેઈલ્સ સામે આવી જશે
⦁ જો તમારી બેંક ડિટેઈલ્સ મેચ નહીં થાય તો પોર્ટલ પર નો રેકોર્ડ્સ ફાઉન્ડ મેસેજ મળશે

રિફંડ મોડું થાય તો આટલું ચોક્કસ કરોઃ
જો તમારું આઈટીઆર રિટર્ન મોડું થયું છે તો તમારે કેટલાક ચોક્કસ પગલાં લેવા જોઈએ-
⦁ તરત જ પોતાના ઈ-વેરિફિકેશન પૂરું કરી લો
⦁ આઈટીઆરને બીજી વખત ચેક કરો અને કોઈ નોટિસ મળશે તો સમય પર તેનો જવાબ આપો
⦁ ચેક કરો કે તમારી બેંક ડિટેઈલ્સ સાચી હોય અને અપડેટ કરી લો
⦁ સમય સમય પર રિફંડ ચેક કરો
⦁ જો રિફંડમાં મોડું થાય તો એસેસિંગ ઓફિસરનો સંપર્ક કરો
⦁ જરૂર પડે તો ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફરિયાદ કરો

આ પણ વાંચો…ITR ફાઇલ કરતી વખતે આ 5 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર મોડું મળશે રિફંડ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button