ITR Filling કરનારાઓ માટે આવી ગયા મહત્ત્વના સમાચાર… | મુંબઈ સમાચાર

ITR Filling કરનારાઓ માટે આવી ગયા મહત્ત્વના સમાચાર…

અત્યારે ઈનકમટેક્સ રિટર્નની ફાઈલ કરવાની સિઝન પૂરબહારમાં ખિલી છે અને મોટી સંખ્યામાં ટેક્સપેયર્સ આઈટીઆર (ITR Filling) ફાઈલ કરી રહ્યા છે. જો તમે પણ આઈટીઆર ફાઈલ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે હવે આઈટીઆર ફાઈલ કરવાની ડેટ બદલાઈ ગઈ છે. અત્યાર સુધીમાં આઈટીઆર ફાઈલ કરવાની તારીખોને લઈને લોકોમાં સંભ્રમ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ તારીખો નક્કી કરવામાં આવી છે. ચાલો આ વિશે જાણીએ-

શું છે આઈટીઆર ફાઈલ કરવાની ડેડલાઈન?

જો તમે ઈનડિવિઝ્યુઅલ કે એચયુએફ છે અને તમારા એકાઉન્ટનું ઓડિટ થાય એ એટલું મહત્વનું ના હોય તો તમારા માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 15મી સપ્ટેમ્બર છે. સરકાર દ્વારા અસેસમેન્ટ યર 2025-26 માટે 31મી જુલાઈની ડેડલાઈન લંબાવીને 15મી સપ્ટેમ્બર કરવામાં આવી છે.

કંપનીઓ આ તારીખ સુધી કરી શકશે આઈટીઆર ફાઈલ

જે ટેક્સપેયર્સ કે જેમનું ઓડિટ થવું ખૂબ જ જરૂરી છે તેમના માટે આઈટીઆર ફાઈલ કરવાની ડેડલાઈન 31મી જુલાઈ છે. જેમાં કંપનીઓ, પ્રોપરાઈટરશિપ ફર્મ્સ કે પછી કોઈ ફર્મના વર્કિંગ પાર્ટનરનો સમાવેશ થાય છે. જોકે, ટેક્સપેયર્સને 30મી સપ્ટેમ્બર, 2025 સુધી પોતાનો ઓડિટ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.

ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેકશનવાળા આઈટીઆર માટે છે આ અંતિમ ડેટ

ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનવાળા ટેક્સપેયર્સ માટે આઈટીઆઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 2025 છે. જોકે, આ કેટેગરીમાં આવનારા ટેક્સપેયર્સના સેક્શન 92E હેઠળ એક રિપોર્ટ જમા કરાવવાનો હોય છે અને તેમણે પોતાનો ઓડિટ રિપોર્ટ 31મી ઓક્ટોબર, 2025 સુધી જમા કરાવવાનું ફરજિયાત છે. આ નિયમ એવા ટેક્સપેયર્સ માટે લાગુ થાય છે જેમના બિઝનેસ કે કમાણીમાં ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.

બિલેટેડ આઈટીઆર દાખલ કરવાની ડેડલાઈન

જો તમે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ ડેડલાઈન અંતિમ ચૂકી ગયા છો અને તેમ છતાં તમે ડેડલાઈન પછી પણ રિટર્ન ફાઈલ કરવા માંગો છો તો તમારા માટે બિલેટેડ આઈટીઆર ફાઈલ કરવાની લાસ્ટ ડેટ 31મી ડિસેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. જો તમે કોઈ પણ કેટેગરીના ટેક્સપેયર છો અને સમય પર આઈટીઆર નથી ફાઈલ કરી શક્યા તો તમે 31મી ડિસેમ્બર સુધી તમારું રિટર્ન ફાઈલ કરી શકો છો.

આ પણ વાંચો…ITR ફાઇલ કરતી વખતે આ 5 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર મોડું મળશે રિફંડ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button