નેશનલ

Grok AI દ્વારા જનરેટ થતા અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે સરકાર કડક: X પાસે મમાંગી વધુ વિગતો

નવી દિલ્હી: ઈલોન મસ્કની X ના બિલ્ટ-ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ ગ્રોક(Grok)નો ઉપયોગ અશ્લીલ ઈમેજ અને વિડિઓઝ કરવામાં આવતા હોવા અંગે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે X પાસેથી જવાબ માંગ્યો હતો. X દ્વારા જવાબ મોકલવામાં આવ્યો હતો, પરંતુ મંત્રાલય જવાબથી સંતુષ્ટ નથી. સરકારે X પાસેથી વધુ વિગતો માંગી છે. અહેવાલ મુજબ સરકાર X સામે કડક પગલા ભરી શકે છે.

શુક્રવારે આઇટી મંત્રાલયે Xને પત્ર લખીને જણાવ્યું હતું કે X પ્લેટફોર્મ પર કાર્યરત ગ્રોક AI ટૂલનો ઉપયોગ યુઝર્સ ફેક એકાઉન્ટ બનાવવા માટે કરી રહ્યા છે, તેનાથી મહિલાઓની અશ્લીલ ઈમેજ અથવા વિડિઓઝ હોસ્ટ કરવા, જનરેટ કરવા, પબ્લિશ કરવામાં આવી રહ્યા છે, જે અપમાનજનક અથવા અભદ્ર છે.

X ને સુચના:

IT મંત્રાલયે X ની આકરી ટીકા કરી હતી અને તેને નિર્દેશ આપ્યો હતો કે પ્લેટફોર્મ પર હાજર તમામ અશ્લીલ, અભદ્ર અને ગેરકાયદેસર કન્ટેન્ટને, ખાસ કરીને Grok દ્વારા જનરેટ કરાયેલા કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવામાં આવે, નહીંતર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

X નો જવાબ:

અહેવાલ મુજબ X એ મત્રાલયને એક વિગતવાર જવાબ આપ્યો મોકલ્યો છે, જેમાં X દ્વારા કહેવામાં આવ્યું છે કે X ભારતીય કાયદાઓ અને નિર્ધારિત માર્ગદર્શિકાઓનું સન્માન કરે છે, અને ભારત X માટે એક મોટું બજાર છે. X એ જણાવ્યું કે એ ભ્રામક પોસ્ટ્સ અને સહમતિ વગર જનરેટ કરવામાં આવેલી ઈમેજ હટાવવની કડક નીતિઓનું પાલન કરવામાં આવે ચેહ.

X પાસેથી વધુ જવાબ માંગવામાં આવ્યો:

મંત્રાલયના સૂત્રોનાં જણાવ્યા મુજબ X દ્વારા આપવામાં આવેલો જવાબ લાંબો અને વિગતવાર હોવા છતાં, તેમાં અશ્લીલ કન્ટેન્ટ દૂર કરવા, ગ્રોક AI અંગે લેવામાં આવેલા ચોક્કસ પગલાં અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે લેવામાં આવેલા પગલા સહિતની મુખ્ય માહિતી આપવામાં આવી નથી.

જેના મુદ્દે મંત્રલાએ બુધવારે કહ્યું કે X દ્વારા રજૂ કરાયેલો જવાબ છેતરામણો નથી, પરંતુ ચોક્કસપણે પૂરતો નથી. X ને આ વધારાના તમામ પ્રશ્નોના તાત્કાલિક જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. જે માટે X ને બુધવાર, સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે.

સરકારના સુત્રોના જણાવ્યા મુજબ સૂત્રોએ જણાવ્યું હતું કે જો સૂચના પછી X જવાબદારીઓનું પાલન નહીં કરે તેઓ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ભારત સરકારને મોકલવામાં આવેલા જવાબ અંગે X તરફથી કોઈ સત્તાવાર જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button