નેશનલ

IT ડીપાર્ટમેન્ટનો ઈન્કમમાં મિસમેચનો ઈ-મેઈલ મળ્યો છે ? તો IT ડીપાર્ટમેન્ટે કરેલી સ્પષ્ટતા જાણવી જરૂરી છે

નવી દિલ્હી : દેશના લાખો ટેક્સ પેયર્સને હાલમાં જ ઇન્કમટેક્સ વિભાગ તરફથી ઈ-મેઈલ અને મોબાઈલ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જેના પગલે ઇન્કમટેક્સ વિભાગે સ્પષ્ટતા કરી છે. વિભાગે કરદાતાઓને જણાવ્યું છે કે કોઈ બનાવટી કે છેતરપિંડીભર્યો મેસેજ નથી.પરંતુ આ મેસેજ એ લોકોને મોકલવામાં આવ્યો છે. જેમની ઇન્કમટેક્સ રિટર્નની માહિતી મિસમેચ થઈ છે.

ઉપલબ્ધ ડેટા વચ્ચે નોંધપાત્ર વિસંગતતા જોવા મળી

ઇન્કમટેક્સ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે આ મેસેજ અને ઈમેઈલ અમુક લોકોને મોકલવામાં આવ્યા છે. જેમાં ઇન્કમટેક્સ રિટર્નમાં આપવામાં આવેલી માહિતી અને વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી વચ્ચે નોંધપાત્ર વિસંગતતા જોવા મળી છે. તેમજ જે ટેક્સ પેયર્સ દ્વારા મોટી બેંક ડીપોઝીટ, મિલકતની ખરીદી અને વેચાણ અને શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જેવા વધારે મૂલ્યના વ્યવહારોનો ઉલ્લેખ છે તેમને આ મેસેજ મોકલવામાં આવ્યા છે.

વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025

આ મેસેજથી ટેક્સ પેયર્સને ઇન્કમટેકસ રિટર્ન સુધારો કરવાની એક તક પૂરી પાડવામાં આવી છે. જેના અગાઉ ફાઇલ કરેલા રિટર્નને સુધારી શકાય છે અથવા જો હજુ સુધી ફાઇલ ન કરવામાં આવ્યું હોય તો વિલંબિત રિટર્ન ફાઇલ કરી શકે છે. આકારણી વર્ષ 2025-26 માટે સુધારેલા અથવા વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. જો રિટર્નમાં કોઈ વિસંગતતાઓ ન હોય તો તેને અવગણી શકાય છે.

વિસંગતતા AIS માં પ્રતિબિંબિત

ઇન્કમટેક્સ વિભાગ ટેક્સ પેયર્સ માટે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)જાળવે છે. તેમાં નાણાકીય પ્રવૃત્તિઓ સંબંધિત બધી માહિતી શામેલ છે જે વિવિધ સંસ્થાઓ વિભાગને સબમિટ કરે છે. જો કોઈ કરદાતાએ આઈટીઆર માં ઓછી આવક દર્શાવી હોય અથવા ચોક્કસ વ્યવહારોની જાણ કરી ન હોય, તો વિસંગતતા AIS માં પ્રતિબિંબિત થાય છે.

આ પણ વાંચો…ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ જોઇ રહ્યા છો રિફંડની રાહ, જાણો કેટલા દિવસમાં એકાઉન્ટમાં જમા થશે ?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button