ઇસરોએ સેટેલાઇટ ઇમેજથી જણાવ્યો વાયનાડની તબાહીનો મંજર
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધુ બને છે. હિમાલયની પર્વતમાળાના નવા બંધાયેલા પર્વતોમાં, વરસાદ પડે ત્યારે રેતાળ જમીન સરળતાથી તૂટી જાય છે.
હાલમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવી અનેક ઘટનાઓ બની રહી છે. જો કે, આ વખતે કેરળના વાયનાડમાં આવી ઘટના બની છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.કેરળના ઉચ્ચ પ્રદેશ એવા વાયનાડમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનથી મોટી તબાહી સર્જાઈ છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન અકસ્માતની તસવીરો જાહેર કરી છે.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે ભૂસ્ખલન પહેલા વાયનાડ કેટલું બધું સુંદર અને લીલુંછમ દેખાઈ રહ્યું હતું. વૃક્ષો અને હરિયાળી પણ જોઈ શકાય છે. આખઓ વિસ્તાર લીલોછમ લાગતો હતો અને એમાં નાના નાના રહેણાંક વિસ્તારો પણ જોવા મળે છે. જોકે, અકસ્માત બાદ આ બધી હરિયાળી ગાયબ થઇ ગઇ છે અને મોટા ભાગમાં માત્ર કાટમાળ જ દેખાય છે. વૃક્ષો અને છોડ ગાયબ થઈ ગયા છે અને ઘરો પણ કાટમાળમાં ફેરવાઈ ગયા છે.
કેરળના વાયનાડમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનથી મોટી તબાહી સર્જાઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 308 લોકોના મોત થયા છે. તે જ સમયે, 200 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.
તસવીરો દર્શાવે છે કે ભૂસ્ખલનથી લગભગ 86,000 ચોરસ મીટર જમીન વિસ્થાપિત થઈ ગઈ છે. આ તસવીર કાર્ટોસેટ 3 ઉપગ્રહ દ્વારા 22 મે, 2023ના રોજ લેવામાં આવી હતી અને ભૂસ્ખલનના એક દિવસ પછી 31 જુલાઈના રોજ RISAT ઉપગ્રહ દ્વારા લેવામાં આવી હતી. કાટમાળના પ્રવાહે ઇરુવિનપુઝા અને મુંડાકાઈ નદીઓના માર્ગને પહોળો કરી નાખ્યો છે. નદીના કાંઠા તોડી નાખ્યા છે અને પ્રવાહના કારણે નદી કિનારે આવેલા ગામો અને ઘરોનો નાશ થયો છે. અનેક લોકો ઘરબાર વિહોણા થઇ ગયા છે. સેંકડો લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો લોકો હજી પણ લાપતા છે.
Also Read –