ISRO કરશે 10 પાસ તથા ITI કરેલા ઉમેદવારોની ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ...
નેશનલ

ISRO કરશે 10 પાસ તથા ITI કરેલા ઉમેદવારોની ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ…

ISRO Recruitment 2025: ISRO માં નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સ્વપ્ન છે કારણ કે અહીં કામ કરવાનો અર્થ એ છે કે તમે તમારા દેશને નવા આકાશમાં લઈ જવામાં ભાગ બનશો.

તમે આ સંસ્થામાં નોકરી પણ મેળવી શકો છો. તાજેતરમાં, ISRO એ LPSC યુનિટ માટે ટેકનિકલ આસિસ્ટન્ટ, સબ ઓફિસર, ટેકનિશિયન જેવી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવાની લાયકાત અને છેલ્લી તારીખ કંઈ છે? આવો જાણીએ.

10 પાસ ઉમેદવારો કરી શકશે અરજી
ઇસરોએ ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ)ની 11, સબ ઓફિસરની 1, ટેકનિશિયન (ટર્નર, ફિટર, રેફ્રિજરેટર અને એર કન્ડીશનીંગ મિકેનિક)ની 6, ભારે વાહન ડ્રાઈવર Aની 2 અને હળવા વાહન ડ્રાઈવર Aની 2 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.

જે પૈકી ટેકનિકલ આસિસ્ટન્ટ, સબ ઓફિસર, ટેકનિશિયનની નવી ભરતી સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા/ B.Sc/ SSLC, SSC + ITI, NTC, NAC સાથે 10મું પાસ કરનાર ઉમેદવાર અરજી કરી શકે છે.

કેટલીક જગ્યાઓ માટે અનુભવ ધરાવતા ઉમેદવારોની માંગ પણ કરવામાં આવી છે. 18 થી 35 વર્ષની વચ્ચેની વયનો યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવાર ભરતી માટે અરજી કરી શકશે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ મળશે. જોકે, ISRO દ્વારા આ ભરતી તિરુવનંતપુરમ અને બેંગલુરુ નજીક વાલિયામાલા ખાતે સ્થિત LPSC એકમો માટે જ બહાર પાડવામાં આવી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ
ઇસરોની આ ભરતી માટે અરજી કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો 26 ઓગસ્ટ, 2025ના બપોરે 2 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઇટ www.lpsc.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટીના આધારે ભરતી કરવામાં આવશે.

ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને શરૂઆતમાં LPSCના કોઈપણ એકમમાં કામ આપવામાં આવશે પરંતુ જો જરૂર પડે તો, ઉમેદવારને ભારતમાં સ્થિત ISROના કોઈપણ કેન્દ્ર/યુનિટ અથવા અવકાશ વિભાગમાં પોસ્ટ કરી શકાય છે. ઉમેદવારને પોસ્ટ પ્રમાણે 35,400થી 1,42,400 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

આ પણ વાંચો…Venus Orbiter Mission: ISRO હવે શુક્ર પર પણ પહોંચશે, અવકાશયાનને સફરમાં લાગશે 112 દિવસનો સમય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button