કેરળના ઘરમાંથી ઈઝરાયલી મહિલાની લાશ મળી | મુંબઈ સમાચાર
નેશનલ

કેરળના ઘરમાંથી ઈઝરાયલી મહિલાની લાશ મળી

પોલીસને હત્યાની આશંકા

કોલ્લમ: કેરળમાંથી હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. કેરળના કોલ્લમ જિલ્લામાં ગુરુવારે 36 વર્ષીય ઇઝરાયેલી મહિલા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી પોલીસને શંકા છે કે મહિલાના 70 વર્ષીય ‘લિવ-ઇન પાર્ટનર’એ જ તેની હત્યા કરી છે. પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 હેઠળ તેની વિરુદ્ધ FIR નોંધી છે. કોટ્ટાયમ પોલીસ સ્ટેશનના અધિકારીએ આરોપીએ આપેલા નિવેદનની વિગતો આપી હતી.

અધિકારીએ કહ્યું કે તે વ્યક્તિએ તેના નિવેદનમાં કહ્યું છે કે બંનેએ (કપલ) આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો અને પરિણામે મહિલાએ તેનું ગળું કાપી નાખ્યું. પોલીસે જણાવ્યું હતું કે વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે પોતાની ગરદન પર અને પેટ પર છરી વડે ઘા કર્યો હતો. જોકે, મહિલાના ગળા સિવાય તેના શરીરના અન્ય ભાગો પર છરીના અનેક ઘા હતા, પોલીસે જણાવ્યું હતું.


અધિકારીએ કહ્યું કે વ્યક્તિ વિરુદ્ધ કલમ 309 (આત્મહત્યાનો પ્રયાસ) હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે અને તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને પોલીસ નિરીક્ષણ હેઠળ છે. આ ઘટના ગુરુવારે બપોરે બની હતી અને તે સમયે પ્રકાશમાં આવી હતી જ્યારે આરોપીના એક સંબંધીએ દંપતીને તેમના રૂમમાં ઘાયલ જોયા. અધિકારીએ જણાવ્યું કે, આરોપીના જણાવ્યા અનુસાર, મહિલા ડિપ્રેશનમાં હતી અને તેની પાસેથી યોગ શીખવા છતાં તેને સારું લાગતું ન હતું.

Back to top button