નેશનલમહારાષ્ટ્ર

ઇઝરાયલ-હમાસ યુદ્ધની ટિપ્પણી રાઉતને પડી ભારે, ઇઝરાયલી દૂતાવાસે વિદેશ મંત્રાલયને મોકલી ચેતવણી

નવી દિલ્હી સ્થિત ઇઝરાયલી દૂતાવાસે યહૂદી સમુદાય વિશે વિવાદાસ્પદ ટિપ્પણી બદલ સંજય રાઉત વિરુદ્ધ વિદેશ મંત્રાલયને મૌખિક ચેતવણી આપી છે.

યહૂદીઓ અને હિટલર અંગે શિવસેના નેતા સંજય રાઉતની ટિપ્પણી સામે ઇઝરાયલી દૂતાવાસે વાંધો ઉઠાવ્યો છે. તાજેતરમાં ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં નવજાત બાળકોના મોત ની ઘટના પરની એક પોસ્ટને સંજય રાઉતે તેમના એકાઉન્ટ પર ટેગ કરી હતી, અને તેને શેર કરતી વખતે લખ્યું હતું કે “હિટલર યહૂદીઓથી કેમ નફરત કરતો હતો તે હવે સમજાયું.”
ઇઝરાયલી દૂતાવાસે ભારતના વિદેશ મંત્રાલયને એક વોઇસ નોટ મોકલી વર્બલી આપત્તિ વ્યક્ત કરી અને આ સાથે જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ એક પત્ર મોકલ્યો છે.

7 ઓકટોબરથી સતત ચાલી રહેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ભયંકર તબાહી ની સ્થિતિ જોવા મળી રહી છે. ગાઝાની અલ શિફા હોસ્પિટલ પર ઇઝરાયલે મિસાઇલો છોડતા અનેક દર્દીઓ, તબીબો મોતને ભેટ્યા હતા. હોસ્પિટલમાં હમાસનાં આતંકવાદીઓ છૂપાયા હોવાનું કારણ આપી ઇઝરાયલે હોસ્પિટલમાં પાણી વીજળીના કનેક્શન કાપી નાખ્યાં હતાં તેમજ હોસ્પિટલની અંદર હથિયારો સાથે ઘૂસી ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button