નેશનલ

ISKCON Rath Yatra: અમેરિકામાં રથયાત્રાની તૈયારીમાં ઇસ્કોન,પુરી મંદિર પ્રશાસનનો વિરોધ

પુરીના જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિના અધ્યક્ષ દિવ્યસિંહ દેબે નવેમ્બરની શરૂઆતમાં અમેરિકાના ટેક્સાસમાં હ્યુસ્ટન ખાતે ભગવાન જગન્નાથના રથયાત્રાનું આયોજન કરવાના ઇસ્કોનના નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે આવી ઘટના રથયાત્રાની પરંપરાગત પવિત્રતાનો અનાદર કરે છે, જે હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પુરીમાં દર વર્ષે યોજાય છે. ઈસ્કોન દ્વારા 3 નવેમ્બરે ભગવાન જગન્નાથની ‘સ્નાન યાત્રા’ અને 9 નવેમ્બરે ‘રથયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

Also read: કેનેડા તો હદ કરે છે!, હવે ‘Amit Shah’ પર લગાવ્યા આવા આરોપ…

હ્યુસ્ટનમાં ઇસ્કોન મંદિરના પ્રમુખ ઠાકુર દાસને લખેલા પત્રમાં દેબે લખ્યું છે કે ભગવાન કૃષ્ણના તહેવારોની જેમ ભગવાન જગન્નાથના તહેવારો પણ શાસ્ત્રીય અને ધાર્મિક પરંપરાઓ અનુસાર સમગ્ર વિશ્વમાં ઉજવાવા જોઇએ. પુરીમાં પ્રચલિત પરંપરા મુજબ, ‘સ્નાન યાત્રા’નું આયોજન ‘જેઠ’ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે, જે સામાન્ય રીતે જૂન મહિનામાં આવે છે. તેવી જ રીતે, રથયાત્રા અથવા રથ ઉત્સવ ‘અષાઢ’ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે, જે જૂન અથવા જુલાઈમાં આવે છે.

Also read: દિવાળી પહેલા પણ શેરબજારમાં રોનક ના દેખાઈ, Sensex-Nifty ફરી તૂટ્યા

ભક્તોના વધતા જતા અસંતોષ વચ્ચે, વિવિધ જગન્નાથ સંગઠનોના સભ્યો કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને મળ્યા હતા અને રાજ્ય સરકારને દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી. આ જૂથ સરકારને અધિકૃત રથયાત્રા પરંપરાઓ જાળવવા માટે હાકલ કરી રહ્યું છે. કાયદા પ્રધાન હરિચંદને જણાવ્યું હતું કે મંદિર પ્રશાસન આ મુદ્દે ઇસ્કોનના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. નોંધનીય છે કે પુરીનું જગન્નાથ મંદિર રાજ્ય સરકારના કાયદા વિભાગના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker