આ બેંકમાં છે તમારું ખાતું? 18મી ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ નહીંતર…
નવી દિલ્હીઃ દેશની લીડિંગ પબ્લિક સેક્ટરની બેંક પંજાબ નેશનલ બેંક દ્વારા પોતાના ખાતાધારકો માટે મહત્ત્વની માહિતી સામે આવી છે અને જો તમારું ખાતું પણ પીએનબી બેંકમાં છે તો તમારે આ માહિતી ખાસ જાણી લેવી જોઈએ, નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
પીએનબીએ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરતાં કહ્યું છે કે ગ્રાહકોએ ટૂંક સમયમાં જ KYC કરાવી લેવું પડશે, નહીંતર તેમનું એકાઉન્ટ બંધ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે પીએનબી દ્વારા આ પગલું કેન્દ્રિય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દિશા-નિર્દેશોને ધ્યાનમાં લઈને ઉઠાવ્યું છે.
પીએનબી દ્વારા સાતમી ડિસેમ્બરના એક પ્રેસ રિલીઝ જાહેર કરીને પોતાના ગ્રાહકોને વહેલી તકે KYC ડિટેઈલ્સ અપડેટ કરવાની ભલામણ કરી હતી. જે એકાઉન્ટ હોલ્ડર આવું નહીં કરે તેનું ખાતું બંધ કરવામાં આવશે. આ માટે બેંક દ્વારા 18મી ડિસેમ્બર, 2023ની ડેડલાઈન આપવામાં આવી છે.
પીએનબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર બધા ખાતાધારકોએ કેવાયસી અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે 30મી સપ્ટેમ્બર, 2023 સુધી તમારા એકાઉન્ટનું કેવાયસી અપડેટ નથી કર્યું તો 18મી ડિસેમ્બર સુધી તે કરાવી શકો છો. જો તમારી કેવાયસી ડિટેઈલ્સ અપડેટેડ નહીં હોય તો તમારું ખાતું બંધ થઈ શકે છે.
કેવાયસી ડિટેઈલ્સમાં શું-શું અપડેટ કરવાનું ફરજિયાત છે એના વિશે વાત કરીએ તો તેમાં આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, લેટેસ્ટ ફોટો, પેન, ઈનકમ પ્રૂફ, મોબાઈલ નંબર વગેરેની માહિતી પ્રોવાઈડ કરવી પડે છે.