આમચી મુંબઈનેશનલશેર બજાર

શું આ કારણે સેન્સેક્સ ૭૭,૮૦૦ સુધી પટકાયો?

મુંબઇ: વૈશ્વિક સ્તરે રશિયા અને યુક્રેન વચ્ચે ફરી મિસાઇલ મારામારી શરૂ થવા સાથે અણું યુદ્ધની શક્યતાઓ પમ ઊભી થઇ હોવાથી જીઓ-પોલિટિકલ જોખમનો ગભરાટ ફરી સક્રિય થતાં વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં વધેલા વેચવાલીના દબામ સાથે સ્થાનિક સ્તરે અમેરિકામાં અદાણી જૂથ સામે થયેલા નવા આરોપોને કારણે કથળેલા સેન્ટિમેન્ટ વચ્ચે સેન્સેક્સ ૭૭,૮૦૦ સુધી પટકાઇ પાછો ફર્યો હતો, જ્યારે નિફ્ટી ૨૩,૩૫૦ની નીચે સરક્યો હતો. સેન્સેક્સ ૪૨૨.૫૯ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકા ઘટીને ૭૭,૧૫૫.૭૯ના સ્તરે સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૭૭૫.૬૫ પોઈન્ટ અથવા ૦.૯૯ ટકા ઘટીને ૭૬,૮૦૨.૭૩ પર રહ્યો હતો. નિફ્ટી ૧૬૮.૬૦ પોઈન્ટ અથવા ૦.૭૨ ટકા ઘટીને ૨૩,૩૪૯.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એનટીપીસી, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વમાં પણ ભારે વેચવાલી અને ઘટાડો રહ્યો હતો.

તેનાથી વિપરિત, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક્નોલોજીસ અને એક્સિસ બેન્ક ટોપ ગેઇનર્સમાં હતાં.

કોર્પોરેટ એક્શનમાં હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયા તેની ચેન્નઇ સ્થિત ઉત્પાદન સવલત ખાતે બે રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપી રહી છે.

Also Read – અમેરિકન સિક્યોરિટીઝના લાંચ અને છેતરપિંડીના તમામ આરોપોને અદાણી ગ્રૂપે ફગાવ્યા

બ્રાઇટ સ્ટીલ વાયર્સ અને બાર્સની ઉત્પાદક મેઇડન ફોર્જિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનાના નાણાકીય પરિણામમાં રૂ. ૧૦૯.૧૯ કરોડની આવક અને રૂ. ૪.૦૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા રૂ. ૯.૭૭ કરોડ અને એબિટા માર્જિન ૮.૯૫ ટકા, જ્યારે નેટ પ્રોફિટ માર્જિન ૩.૭૧ ટકા નોંધાવ્યું છે.

ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે ૨૦૩૦ સુધીમાં તેની કોન્સોલિડેટેડ રેવન્યુ બમણી કરી રૂ. ૧૫,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનો અને પોતાના પોર્ટફોલિયોને ૭૦૦ હોટલ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. સોયાબીન, કોટનસીડ્સ અને અન્ય ખાદ્યતેલની ઉત્પાદક શ્રી વેકંટેશ રિફાઇનરીઝ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનાના નાણાકીય પરિણામમાં ૭.૫૩ ટકાના વધારા સાથે રૂ. ૩૦૯.૦૨ કરોડની આવક અને ૭.૨૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા રૂ. ૧૫.૬૮ કરોડ રહ્યો છે.

એનિમલ હેલ્થકેર સોલ્યુશન કંપની અજૂની બાયોટેક લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરના પરિણામમાં ૩૧.૬૯ ટકાના વધારા સાથે રૂ. ૨૬.૦૩ કરોડની આવક અને ૫૧.૯૯ ટકાના વધારા સાથે રૂ. ૦.૬૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

એબિટા રૂ. ૧.૦૮ કરોડ રહ્યો છે. પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે હેલ્થકેર અને ફર્માસ્યુટિકલ કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન સિક્યુરિટીઝમાં રોકાણ કરનાર ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ પીજીઆઇએમ ઇન્ડિયા હેલ્થકેર ફંડ લોન્ચ કર્યો છે, જેના એમએફઓની અંતિમ તારીખ ત્રીજી ડિસેમ્બર છે.

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની મેન્યુફેકચરર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ મેડિકામેન ઓર્ગેનિક્સ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનાના નાણાકીય પરિણામમાં ૪૮.૯૧ ટકાના વધારા સાથે રૂ. ૧૬૮૫.૬૬ લાખની આવક અને ૧૦.૮૮ ટકાના વધારા સાથે રૂ. ૧૫૧.૦૭ લાખનો ચોખ્ખો નફો, ૧૫.૩૯ ટકાના વધારા સાથે રૂ. ૨૭૭.૪૪ લાખનો એબિટા નોંધાવ્યો છે.

એ જ રીતે અન્ય કંપની, આયુર્વેદિક મેડિસિન અને કેર પ્રોડકટ્સ ક્ષેત્રની વીરહેલ્થ કેર લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરના પરિણામમાં ૨૭.૧૪ ટકાના વધારા સાથે રૂ. ૫.૩૯ કરોડની આવક અને ૧૬.૦૬ ટકાના વધારા સાથે રૂ. ૦.૭૩ કરોડનો એબિટા તથા રૂ. ૦.૩૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

પ્રાઇમરી માર્કેટ પર પણ અસર સંભવિત છે. ડિફેન્સ અને એરોસ્પેસ સેકટર સાથે સંકળાયેલી સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ ૪૩.૮૩ લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇક્વિટીના ભરણાં સાથે આજે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. ૨૧૪થી રૂ. ૨૨૬ પ્રતિ શેર નક્કી કરી છે, જે મુજબ અપર બેન્ડના હિસાબે રૂ. ૯૯.૦૭ કરોડનું કદ દર્શાવે છે.

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (આઈઆઈટી-બોમ્બે)ના ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોર (સનિ)એ વીસમા વર્ષની ઉજવણીના ભાગરૂપે દ્વારા ૨૮મી અને ૨૯મી નવેમ્બરે ડિસરપ્ટીવ ટેકનોલોજી પર લક્ષ્ય સાથે બે દિવસની ઇવેન્ટમાં ઉદ્યોગસાહસિકો, વરિષ્ઠ અમલદારો અને કોર્પોરેટ અગ્રણીઓના પેનલ ડિસ્કશન અને ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું છે.

ઔદ્યોગિક સુરક્ષા અને વ્યવસાયિક હેલ્થની દક્ષિણ એશિયાની સૌથી મોટી ઇવેન્ટ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ, ઓ એસ એચમાં ૨૫૦ બ્રાન્ડ ૧૦૦૦થી વધુ પ્રોડક્ટ રજૂ કરી રહી છે. ભારતનું ઔદ્યોગિક સુરક્ષા ક્ષેત્ર ૨૦૩૦ સુધીમાં ૧૭. ૮૬ અબજ ડોલરનું કદ ધારણ કરશે. પર્સનલ પ્રોટેક્ટીવ ઇકવિપમેન્ટ માર્કેટ ૨૦૨૩ માં ૮૪૯.૮ મિલિયન ડોલરની વધી ને ૨૦૩૦ સુધીમાં ૬.૩ ટકાના ચક્રવૃદ્ધિ દરે ૧૪૭૩ મિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button