શું રામલલ્લાના જીવનના અભિષેકને લઈને શંકરાચાર્યમાં મતભેદ છે?
અયોધ્યા: છેલ્લા ઘણા સમયથી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારી ચાલી રહી છે. ત્યારે આ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા મોટા નેતાઓ અને સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. ત્યારે કેટલાક મુખ્ય સાધુ સંતોએ આ આમંત્રણને લઈને કેટલાક મતભેદ હોવાની બાબત પણ જાણવા મળી હતી.
ત્યારે પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને શંકરાચાર્યો વચ્ચે મતભેદ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રામ મંદિરને લઈને ચાર શંકરાચાર્ય વચ્ચે કોઈ મતભેદ નથી. આ એક પ્રકારની અફવા છે.
તેમને જણાવ્યું હતું કે પ્રભુ શ્રી રામની સ્થાપના યોગ્ય જગ્યાએ અને શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમ પ્રમાણે થાય તે જરૂરી છે. કારણ કે મૂર્તિની સ્થાપના વિધિવત રીતે થવી જોઈએ.
તેમને જણાવ્યું હતું કે પ્રભુ શ્રી રામની સ્થાપના યોગ્ય જગ્યાએ અને શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમ પ્રમાણે થાય તે જરૂરી છે. કારણ કે મૂર્તિની સ્થાપના વિધિવત રીતે થવી જોઈએ.
તેમને જણાવ્યું હતું કે અમારા મતે તમામ પ્રકારની શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરી ને જ સ્થાપના કરવામાં આવે જેથી કોઈ પણ પ્રકારની નકારાત્મકતા આજુબાજુમાં ઓન ભટકી ના શકે. સૌ પ્રથમ સ્થળ પવિત્ર થવું જોઈએ પછી જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવો જોઈએ.
જોકે અગાઉ એવી પણ બાબત જાણવા મળી હતી કે બે શંકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્વાગત કર્યું. જ્યારે બીજા મઠોના શંકરાચાર્ય અભિષેક સમારોહમાં હાજર ન હોવાના સમાચાર હતા. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે 12 જાન્યુઆરીના રોજ જણાવ્યું હતું કે ચારમાંથી બે શંકરાચાર્યોએ રામ મંદિરમાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું છે.
જ્યારે બીજા શંકરાચાર્યોએ એમ કહી ને ના પાડી હતી કે જ્યાં સુધી મંદિરની નિર્માણ પૂરું ના થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના યોજી શકાય. જોકે આજે આ બાબતને નકારી કાઢતાં શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે આ ફકત એક અફવા હતી અને તમામ શંકરાચાર્યો એ બાબતથી ખુશ છીએ કે પ્રભુ રામ ફરી વાર અયોધ્યામાં પધારી રહ્યા છે.