નવરાત્રિમાં રેલવે પ્રવાસીઓને આપી રહી છે આ ખાસ સુવિધા, લાભ લેવાનું ચૂકતા નહીં… | મુંબઈ સમાચાર
નેશનલ

નવરાત્રિમાં રેલવે પ્રવાસીઓને આપી રહી છે આ ખાસ સુવિધા, લાભ લેવાનું ચૂકતા નહીં…

હાલમાં નવલા નોરતાં ચાલી રહ્યા છે ત્યારે જો તમે પણ વ્રત-ઉપવાસ વગેરે કરી રહ્યા હોવ અને ભારતીય રેલવે (Indian Railways)માં મુસાફરી કરવાના હોવ તો આ સ્ટોરી તમારા માટે જ છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝન કોર્પોરેશન (IRCTC) દ્વારા હવે મેન્યુમાં ફરાળી મેન્યુ સામેલ કર્યો છે. રેલવે પ્રવાસીઓ માટે સાત્વિક ભોજન અને ફળાહારની સુવિધા શરૂ કરી છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ વિસ્તારથી…

આઈઆરસીટીસી દ્વારા નવરાત્રિ સ્પેશિયલ મેન્યુમાં સાબુદાણાથી લઈને સેંધા નમક જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા પ્રવાસીઓને જીરા આલુ, આલુની ટિક્કી, સાબુદાણા ખિચડી, સાબુદાના વડા, મલાઈ બર્ફી, લસ્સી, શેકેલા મખાણા, વ્રતમાં ખવાતા શાક, શિંગદાણા સોલ્ટેડ અને સાદી દહીં જેવી વસ્તુઓ ફરાળી મેન્યુમાં પીરસવામાં આવશે.

આ પણ વાંચો: નવરાત્રિમાં Central Railwayએ હાથ ધરી ખાસ ડ્રાઈવ, કરી લાખોની કમાણી…

પ્રવાસીઓ આઈઆરસીટીસીની ઈ-કેટરિંગ વેબસાઈટ કે એપ પર બુકુંગ સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. જ્યાં તમને ઓનલાઈન પેમેન્ટ કે કેશન ઓન ડિલિવરી બંને વિકલ્પો ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા છે. ઓર્ડર કર્યા બાદ પ્રવાસીઓને સંબંધિત સ્ટેશન પર પોતાની બર્થ પર બેઠા ફૂડ મળશે અને આ માટે તેમણે 100થી 200 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી ગ્વાલિયર થઈને હઝરત નિઝામુદ્દીન વચ્ચે દોડાવવામાં આવતી વંદે ભારત એક્સપ્રેસ, ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ સહિત હવે તમામ વંદે ભારત ટ્રેનોમાં પ્રવાસીઓને એક લિટરની પાણીની બોટલ આપવામાં આવશે.

આ પણ વાંચો: નવરાત્રિ દરમિયાન જો આવે આ સપનાં તો સમજી જાવ કે માતા રાણી…

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પ્રવાસીઓને અડધા લીટરની રેલ નીરને બોટલ આપવામાં આવતી હતી. રેલવે બોર્ડે હવે તમામ ઝોનલ રેલવેને આદેશ આપતાં પ્રવાસીઓને એક લીટરની રેલ નીરની બોટલ આપવાનો આદેશ આપ્યો છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button