સસ્તામાં દુબઈ-અબુ ધાબી ફરવા માંગો છો? IRCTC કરશે તમારું આ સપનું પૂરું, જાણી લો કઈ રીતે?

ભારતીય રેલવે (Indian Railway)ની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સમય સમય પર દેશ-વિદેશ ફરવા ઈચ્છતા લોકો માટે વાજબી ટૂર પેકેજ લોન્ચ કરતે છે. આ વખતે તો આઈઆરસીટીસીએ ડેઝલિંગ દુબઈ એક્સ દિલ્હી નામનું એક નવું ઈન્ટરનેશનલ ફ્લાઈટ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે, જો તમે પણ ક્રિસમસ વેકેશનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો આ સ્ટોરી તમારા માટે જ છે.
આઈઆરસીટીસી દ્વારા દુબઈ અને અબુધાબીની ટુરિસ્ટ પ્લેસની મુલાકાત લઈ શકો છો. આ પેકેજ ખાસ એવા ટુરિસ્ટ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જે ઓછા પૈસામાં દુબઈ અને અબુધાબીની મુલાકાત લેવા માંગે છે.
આ પણ વાંચો : સાત સમંદર પાર યુરોપની ટ્રેનમાં થયેલાં અનુભવે ઈન્ડિયન ટુરિસ્ટને અપાવી IRCTC ની યાદ…
આઈઆરસીટીસીના આ પેકેજમાં દુબઈની જાણીતી જગ્યાએ જેવી કે બુર્જ ખલીફા, જુમેહાર બીચ, ગોલ્ડ સૂક માર્કેટ અને ડેઝર્ટ સફારીનો આનંદ ઉઠાવી શકશે. અહીંની ગગનચૂંબી સ્કાયલાઈન અને ભવ્ય શોપિંગ મોલ્સ જોવા માટે દર વર્ષે લાખો પર્યટકો આવે છે. આઈઆરસીટીસીના આ પેકેજમાં પ્રવાસીઓની સુવિધાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં ફ્લાઈટ ટિકિટથી લઈને હોટેલ સ્ટે, નાશ્તો, ડિનર અને લોકલ ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે.
આ પેકેજની શરૂઆત 16મી નવેમ્બર, 2025થી દિલ્હીથી થશે અને પાંચ રાત અને 6 દિવસની આ ટૂર રહેશે. આ છ દિવસમાં પર્યટકો દુબઈ અને અબુ-ધાબીના પ્રમુખ ટૂરિસ્ટ સ્ટોપ દેખાડવામાં આવશે. આ પેકેજમાં ગાઈડની સુવિધી અને ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો સમાવેશ પણ થાય છે.
આ પણ વાંચો : IRCTCની વેબસાઈટ પરથી ક્યાં ગાયબ થઈ ગયું નો ફૂડનું ઓપ્શન? જાણી લો એક ક્લિક પર…
વાત કરીએ આ પેકેજના કોસ્ટની તો આ ટૂરના પેકેજની કોસ્ટ ખૂબ જ કિફાયતી છે. આ ટૂર પેકેજમાં એકલા પ્રવાસ કરનારા પ્રવાસીએ 1,29,600 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે બે પ્રવાસીઓ માટે કિંમત 1,09,600 રૂપિયા જેટલી રહેશે. ત્રણ જણા માટે આ પેકેજની કિંમત 1,06,800 રૂપિયા જેટલી રહેશે.
છે ને એકદમ કામની અને કમાલની માહિતી? રાહ કોની જુઓ છો? બેગ પેક કરીને તમે પણ ઉપડી જાવ દુબઈની સફરે. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરો જેથી તેઓ પણ આ ટૂરનો આનંદ માણી શકે. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



